Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

''વીમેન ઓફ ઇન્ફલ્યુઅન્સ ૨૦૧૯'': યુ.એસ.ના કોલોરાડો સ્પ્રિંગ્સ બિઝનેસ જર્નલ દ્વારા પસંદ કરાયેલી મહિલાઓની યાદીમાં ઇન્ડિયન અમેરિકન સુશ્રી ક્રિથીલ પ્રશાંતને સ્થાન

કોલોરાડોઃ યુ.એસ.માં ''વીમેન ઓફ ઇન્ફલ્યુઅન્સ ૨૦૧૯'' યાદીમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ક્રિથીકા પ્રશાંતની પસંદગી થઇ છે. કોલોરાડો સ્પ્રિંગ્સ બિઝનેસ જર્નલ દ્વારા ૨૦૧૯ની સાલ માટેની બહાર પડાયેલી ઉપરોકત યાદીમાં સુશ્રી ક્રિથીકાનો સમાવેશ થયો છે.

ભારતમાં સાતમા ગ્રેડમાં અભ્યાસ દરમિયાન સુશ્રી ક્રિથીકાને જાણવા મળ્યું હતું કે પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અનેક વિદ્યાર્થીનીઓ અધવચ્ચે અભ્યાસ છોડી દયે છે. તે બાબતે પોતાની માતા સાથે ચર્ચા થયા બાદ તેમણે આવી વિદ્યાર્થીઓને ભણાવવાનું નક્કી કર્યુ હતું. જે કોલેજનો અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધી ચાલુ રાખ્યુ હતું. એટલું જ નહીં સુશ્રી ક્રિથીકા પાસે ભણેલી વિદ્યાર્થીનીઓ તેના જેવી અન્ય બાળકીઓને ભણાવવા લાગતા શિક્ષણના આ ભગીરથ કાર્યનો વ્યાપ વધ્યો હતો. જે સુશ્રી ક્રિથીકા ૨૦૦૧ની સાલમાં અમેરિકા ગયા ત્યાં સુધીમાં વધી ચૂકયો હતો. આમ બાળકો તથા મહિલાઓને મદદરૂપ થવાના તેમના જુદા જુદા પ્રોજેકટ બદલ જર્નલ દ્વારા પસંદગી થઇ હતી.

(8:45 pm IST)