Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ગ્રામીણ અર્થવ્યવસ્થા પાતાળમાં પહોંચી છે

સાંસદ રાજીવ ગૌડાની સ્પષ્ટતા

નવીદિલ્હી, તા. ૨૭ : કોંગ્રેસે અર્થવ્યવસ્થાની હાલતને લઇને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, હવે મોદી સરકારને ઉંઘમાંથી ઉઠવા, વાસ્તવિક આંકડ પર ધ્યાન કેન્દ્રિત કરવા તથા સમસ્યાઓને દૂર કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. કોંગ્રેસના નેતા અને સાંસદ રાજીવ ગૌડાએ કહ્યું હતું કે, ગ્રામીણ ભારતને મોદી સરકારે પાતાળમાં પહોંચાડી દીધું છે. યુપીએ સરકારમાં લોકોને એમએસપી ટેકાનો ફાયદો થયો હતો પરંતુ મોદી સરકારમાં તેમની હાલત ખબર થઇ ચુકી છે.

(8:10 pm IST)