Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

સુરક્ષા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘટી છે : ગૃહમંત્રી

કોંગ્રેસની સુરક્ષા અંગે કોઇ સમજુતિ કરાઈ નથી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે તો તરત જ સુરક્ષા હટશે

લડાખ, તા. ૮ : ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, એસપીજી એક્ટમાં ફેરફારથી ખરા અર્થમાં વડાપ્રધાનની સુરક્ષા ઘટી છે. તેમણે કહ્યું હતું કે, એસપીજી નિયમોમાં ફેરફારથી અસલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા ઘટી ગઇ છે. જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ પર નહીં રહે ત્યારે તરત જ તેમની સુરક્ષા ઘટી જશે. તેમણે કોંગ્રેસ સભ્યોને આશ્વાસન આપતા કહ્યું હતું કે, ગાંધી પરિવારની સુરક્ષાથી કોઇ બદલાની રાજનીતિ કરાઈ નથી. શાહે કહ્યું હતું કે, હું આશ્વાસન આપવા માંગુ છું કે, એક પણ સુરક્ષા કર્મી ઓછા કરાયા નથી પરંતુ વધારવામાં આવ્યા છે પરંતુ સુરક્ષાની જગ્યાએ એસપીજીને સ્ટેટસ સિમ્બોલ તરીકે ઉપયોગ કરાય છે. ગૃહમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જ્યારે પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર, નરસિંહ રાવ, ગુજરાલ અને મનમોહનસિંહની સુરક્ષા બદલવામાં આવી ત્યારે તેમણે સવાલો એક ન ઉઠાવ્યા હતા. તેમણે પુછ્યું હતું કે, ચિંતા વ્યક્ત કરવામાં બે અલગ અલગ માપદંડો કેમ રખાયા છે. ચંદ્રશેખરની સુરક્ષા ઉઠાવવામાં આવી  ત્યારે કોઇ  કોંગ્રેસી નેતાએ સવાલો ઉઠાવ્યા ન હતા.

(8:08 pm IST)