Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ઝારખંડ માટેનો એબીપીનો ઓપિનિયન પોલ જાહેર : ત્રિશંકુ સ્થિતિ સર્જાશે

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં કોઈ એક પક્ષને ચોખ્ખી બહુમતી નહિ મળે : એબીપીનો સર્વે

  નવી દિલ્હી : ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ત્રીશઁકુ સ્થિતિ સર્જાશે કોઈપણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી નહિ મળે તેવું એબીપીના ઓપિનિયન પોલના સર્વેમાં જાહેર થયું છે ચૂંટણીમાં ભાજપ મોટા પક્ષ તરીકે ઉભરી આવશે પરંતુ બહુમતી નહિ મળે તેવું જાહેર થયું છે બીજાનબારે ઝારખંડ મુક્તિ મોરચો રહશે જયારે કોંગ્રેસ અહીં ત્રીજા સ્થાને આવશે તેમ સર્વે કહે છે

એબીપીના ઓપિનિયન પોલ મુજબ કુલ 81 સીટમાંથી ભાજપને 28થી 38,જેએમએમને 18થી 28,કોંગ્રેસને 4થી 10,એજેએસયૂને 3થી 9 ,જેવીએમને 3થી 9 અને અન્યને ફાળે 6 બેઠક આવી શકે છે

  ઝારખંડ મુક્તિ મોરચો,કોંગ્રેસ અને આરજેડી વચ્ચે ચૂંટણી પહેલા જોડાણ થયું છે તો જેડીયુ અને એલજેપી પક્ષે પણ પોતાના ઉમેદવારો ઝારખંડમાં ઉભા રાખ્યા છે

(7:44 pm IST)