Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ભાજપનો ઠંડા કલેજે ઘડો લાડવો કરવા શરદ પવારે અજિતને મોકલ્યા હતા?

એક તરફ જયાં એનસીપી ચીફે અજિતનાં નિર્ણયને વ્યકિતગત ગણાવ્યો હતો, તો બીજી તરફ તેમની સામે અનુશાસનાત્મક કાર્યવાહી નથી કરી

મુંબઇ, તા.૨૭: શરદ પવારે સાબિત કરી દીધું છે કે મહારાષ્ટ્રનો કિલ્લો જીતવા માટે લડી રહેલા યોદ્ઘાઓની વચ્ચે તેઓ જ અસલી મરાઠા સરદાર છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા બાદથી ચાલી રહેલી રસ્સાકશી અને જોડતોડમાંથી પવાર મંગળવારનાં વિજેતાની માફક સામે આવ્યા. તેમની રાજકીય સમજે શિવસેના-એનસીપી-કોંગ્રેસનાં અસ્વાભાવિક માનવામાં આવતા ગઠબંધનને આકાર આપી દીધો અને દિલ્લીથી ચાલી રહેલા બીજેપીનો જવાબી પ્રહાર બેઅસર કરી દીધો. આ સમગ્ર ઘટનાક્રમમાં એક રાઝ એ પણ છે કે અજિત પવારે વિદ્રોહનું દુસ્સાહસ કર્યું કે પછી આ કાકા શરદ પવારની ચાલ હતી.

મંગળવારનાં મુંબઈમાં મળેલો તાજ પવારની દિલ્લીનાં તાજને પોતાના નામે કરવાની જૂની મહત્વાકાંક્ષાને હવા આપી શકે છે. જો કે એ રહસ્ય ભાગ્યે જ ખુલે કે અજિત પવારનું બીજેપી બાજુ જવું દુસ્સાહસ હતુ કે પછી તેમના કાકાએ એક સાથે અનેક ચાલો ચલવા માટે તેમને વિરોધી પક્ષમાં ઉતાર્યા હતા. આવું એ માટે કારણ કે એક તરફ જયાં એનસીપી ચીફે અજિતનાં નિર્ણયને વ્યકિતગત ગણાવ્યો હતો, તો બીજી તરફ તેમની સામે અનુશાસનાત્મક કાર્યવાહી નથી કરી. પરિવાર અને પાર્ટીનાં લોકો પણ સતત તેમની સાથે વાત કરી રહ્યા છે. અજિત પવારે ફડણવીસ સાથે શપથ તો લીધા, પરંતુ ત્રણ દિવસ દરમિયાન કાર્યભાર સંભાળ્યો નહીં. બીજેપીની આખી બાજી અજિત પર ટકેલી હતી. તો અચાનક તેમની દ્યર વાપસીથી બીજેપીનો પ્લાન ફેલ થઇ ગયો.

પવારે પોતાના દોસ્તો અને દુશ્મનોને એ પણ જણાવી દીધું કે સંકટમાં આવેલા સત્ત્।ાનાં વજૂદને બચાવવા માટે કેવા પ્રકારની મહારાત જોઇએ. છેલ્લા ૪૦ વર્ષોમાં તેમની સામે આ ત્રીજું મોટું સંકટ રહ્યું, જેણે તેમની લીડરશિપની ચમક બતાવી. તેણે એનસીપીને છેલ્લા ૪ દિવસમાં બચાવી રાખી. તેમણે હવે એન્ટી કરપ્શન બ્યૂરો તરપથી કલીન કરી દેવામાં આવેલા ભત્રીજા અજિત પવારને રિવર્સ સ્વિંગ કરવા પર મજબૂર કર્યા અને ઉદ્ઘવ ઠાકરેની આગેવાનીવાળી મહાવિકાસ આદ્યાડી સરકારનો રસ્તો સ્પષ્ટ કરી દીધો.

પવારે બીજેપી વિરોધી ગઠબંધનથી 'ડબલ ક્રોસ' કરવાના પોતાની તરફની શંકાઓની જૂઠી ઠેરવી. તેમના વિશે આ પ્રકારની શંકાઓ ૧૯૭૮થી વારંવાર સેવવામાં આવે છે, જયારે તેમણે પોતાના મેન્ટર યશવંત રાવ ચવ્હાણથી દૂર જઇને જનતા પાર્ટીનો હાથ પકડ્યો અને ૩૪ વર્ષની ઉંમરમાં રાજયનાં મુખ્યમંત્રી બની ગયા હતા. તાજા મામલમાં પવારનું કૌશલ એ લોકોનું મોઢું પણ બંધ કરી દેશે, જે વારંવાર તેમને કોંગ્રેસનાં ગાંધી પરિવારનાં ભરોસાપાત્ર નથી કહેતા. એનડીએનાં એક સીનિયર સાંસદે કહ્યું, 'ઊંઘેલા સિંહ સાથે છેડછાડ કરવી મોટી ભૂલ હોય છે.'

(3:52 pm IST)