Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મોદી સરકારના નવા નવા ગતકડાથી લો-ફર્મ્સને બખ્ખાઃ બે વર્ષમાં ફીની આવક ૬ર ટકા વધી ગઇઃચોંકાવનારો રિપોર્ટ

નવી દિલ્હીઃ વકીલો-કાનુની લડત લડતી કંપનીઓના ધંધામાં જરા પણ મંદી નથી, દેશનું લીગલ સેકટર મોદીરાજમાં ધૂમ કમાણી કરી રહયું છેઃ બે વર્ષમાં તેઓની ફીની આવકમાં ૬ર ટકાનો જંગી વધારો થયો છેઃ  એક રિપોર્ટ અનુસાર તેઓની આવક ર.૧ બીલીયન ડોલર એટલે કે રૂ. ૧પ હજાર કરોડની વધી છેઃ ઇન્સોલવન્સી-બેંક કરપ્ટી કોડ-જીએસટીના અમલ પછી વિવિધ કોર્ટમાં આ અંગેની અનેક લીટીગેશનો થઇ છેઃ અનેક કંપનીઓને કોર્ટમાં જવુ પડયું છે અને તેના કારણે લો-ફમ એટલે કે કાનુની લડત લડતી કંપનીઓ-વકીલોની તીજોરીમાં મબલખ આવક થઇ છે તેમ લંડન સ્થિત આર.એસ.જી. કન્સ્લટીંગના રીપોર્ટમાં જણાવાયું છેઃ વિશ્વમાં ભારતનું લીગલ માર્કેટ મહત્વનું બની ગયું છેઃ ટોચની પ૦ લો-ફમ્સન આવકમાં રર ટકાનો વધારો થયો છે અને બે વર્ષમાં ર૭ ટકા નફાકારકતા વધી છેઃ નાનામાં નાના વેપારીઓને જીએસટી રીટર્ન ભરવા સહીતના કામકાજ માટે  સીએ રાખવા પડે છે એટલું જ નહિ નોટબંધી બાદ આવેલી નોટીસોના જવાબ આપવા માટે લોકો-સંસ્થાઓએ કાનુની પેઢીઓની સહાય લેવી પડી છે અને તેઓને તગડી ફી ચુકવવી પડી છે.

(3:49 pm IST)