Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

માનસિક અસ્થીરે પરિવારના પાંચ સભ્યોના ગળા કાપી મોતને ઘાટ ઉતાર્યા

ઝારખંડમાં પતિએ ગર્ભવતી પત્ની, માતા, બે બાળકો અને ભત્રીજીના ગળા કાપી નાખ્યા

રાંચીઃ ઝારખંડના કોડરના જીલ્લાના મસમોહના ગામમાં એક વ્યકિતએ જ પોતાના પરિવારના પાંચ સભ્યોની ગળુ કાપી હત્યા કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ હત્યાકાંડમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. જયારે ગંભીર રીતે ઘાયલ એક વ્યકિતને રિમસ હોસ્પિટલ ખસેડાયો છે. હત્યારો માનસીક રૂપે બિમાર હોવાનું જાણવા મળે છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી છે.

બનાવની વિગત મુજબ ગંગાદાસ (ઉ.વ.૩૦)નામના વ્યકિતએ રાત્રે ૨:૩૦ વાગ્યે ધારદાર હથીયારથી પહેલા પોતાના બાળકો ભોલા (ઉ.વ.૩) અને રાધીકા (ઉ.વ.૪)ની ગળુ કાપી નિર્મમ હત્યા કરી હતી. ત્યારબાદ માતાના રૂમ જઈ શાંતિદેવી (ઉ.વ.૫૦)નું પણ ગળુ કાપી હત્યા નિપજાવેલ. ગંગાદાસે પોતાની ગર્ભવતી પત્ની ઉપર હુમલો કરી મારી નાખેલ. છેલ્લે ગંગાદાસે ભત્રીજીઓ ગીતીકા (ઉ.વ.૭) અને નીતિકા (ઉ.વ.૮) ઉપર હુમલો કરતા નીતિકાનું મોત નિપજેલ જયારે ગંભીર રીતે ઘાયલ ગીતિકાને હોસ્પીટલ ખસેડાયેલ.

નિર્મમ હત્યાકાંડ આચરી આરોપી ગંગાદાસ એક રૂમમાં પુરાઈ ગયેલ. પોલીસ અને ગ્રામીણો દ્વારા સમજાવટ બાદ ગંગાદાસને બહાર કાઢવામાં સફળતા મળેલ. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

(3:41 pm IST)