Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

સાતમા ધોરણમાં ભણતા ૧૨ વર્ષના છોકરાને ડેટા સાયન્ટિસ્ટની નોકરી મળી

હૈદ્રાબાદ તા ૨૭  : હૈદ્રાબાદમાં રહેતો સિદ્ધાર્થ શ્રીવાસ્તવ પિલ્લે હાલમાં ચેતન્ય સ્કુલમાં સાતમા ધોરણમાં ભણી રહ્યો છે, પરંતુ એની સાથે તેને એક સોફટવેઅર કંપનીએ ડેટા સાયન્ટિસ્ટ તરીકે નિયુકત પણ કર્યો છે.સિદ્ધાર્થને બહુ નાની વયથી જ તેના પિતાએ કોડિંગ કરતાં શીખવેલું અને એ પછી તો તેની પોતાની સુઝબુઝથી તે આપમેળે શીખતો ગયો. હાલમાં મોન્ટેજી સ્માર્ટ બિઝનેસ સોલ્યુશન નામની સોફટવેઅર કંપનીએ તેને ડેટા સાયન્ટિસ્ટ તરીકે કન્સલ્ટન્ટ નીમ્યો છે. સિદ્ધાર્થનું કહેવું છે કે તેનો રોલ મોડલ તન્યમ બકશી છે, જે જેણે ખુબ નાની ઉંમરે ગુગલમાં કામ કરવાનું શરૂ કરેલું

(3:39 pm IST)