Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

JIOના વપરાશકારોને ફરી લાગ્યો ઝટકોઃ ખાસ ઓફર થઇ બંધ!

મુંબઇ, તા., ર૭: ટેલીકોમ કંપની રિલાયન્સ જીઓના વપરાશકારોને ફરીથી ઝાટકો લાગ્યો છે. જીઓ દ્વારા જીઓ ફાયબરની પ્રીવ્યુ ઓફરને બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ કંપની હવે પ્રીવ્યુ ઓફરવાળા યુઝર્સને પણ પેઇડ પ્લાનમાં સીફટ કરી રહી છે. આ ઉપરાંત કંપનીએ કેટલાક ખાસ યુઝર્સને મફતમાં જીઓ સેટટોપ બોકસ આપ્યા છે. તમને જણાવી દઇએ કે વપરાશકર્તાઓને પ્રીવ્યુ ઓફર અંતર્ગત ૧૦૦૦ એમબીપીએસની સ્પીડથી દર મહિને ૧.૧૦૦ જીબી ડેટા મળતો હતો. સાથોસાથ વપરાશકારોને આ સેવા માટે પૈસા પણ ચુકવવાના ન હતા. પ્રીવ્યુ પ્લાન બંધ થવાની જાણકારી ટેલીકોમ ટોકે જણાવી હતી. હવે  ઉપભોકતાઓને માત્ર પેઇડ પ્લાન મળશે. અહેવાલ મુજબ વપરાશકારોને ફાયબર સર્વિસ માટે ઓછામાં ઓછા ૬૯૯ રૂ. ચુકવવા પડશે.

(3:38 pm IST)