Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ઇન્ડિયા રેટીંગ્સે જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ઘટાડીને ૪.૭ ટકા કર્યુ

ઇન્ડિયા રેટિગ્સ દ્વારા સતત ચોથી વખત ગ્રોથ રેટનું અનુમાન ઘટાડાતાં ઇકોનોમીને ફટકો

નવી દિલ્હી તા ૨૭  : જીડીપી ગ્રોથ રેટ સતત ઘટી રહ્યો છે. અર્થથંત્રને સુસ્તીમાંથી બહાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ અનેક પગલાં અને પ્રયાસો છતાં રાહતનો કોઇ અણસાર મળતો નથી. એવામાં ઇન્ડિયા રેટિગ્સ એન્ડ રિસર્ચે પોતાના મૂલ્યાંકન અહેવાલમાં ચાલુ નાણાકીય વર્ષ માટે ચોથી વખત જીડીપી થ્રોથ રેટનું અનુમાન ઘટાડયું છે અને જણાવ્યું છે કે, આ વખતે જુલાઇ કવાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ ૪.૭ ટકા રહેવાનું અનુમાન છે. સરકારી આંકડા અનુસાર ૨૦૧૯-૨૦ના પ્રથમ કર્વાટરમાં ગ્રોથ પાંચ ટકા હતો. આ ૨૦૧૩ બાદ કોઇ પણ કવાર્ટરમાં સોૈથી ઓછો આર્થિક વૃદ્ધિદર હતો.

ઇન્ડિયા રેટિગ્સ એન્ડ રિસર્ચનું અનુમાન છે કે વર્તમાન ૨૦૧૯-૨૦ના વર્ષમાં જીડીપી ગ્રોથ રેટ પ.૬ ટકા રહેશે. તેના લગભગ એક મહિના પહેલાં એજન્સીએ ૨૦૧૯-૨૦માં જીડીપી ગ્રોથ રેઠ ૬.૧ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું આ સતત ચોથી વાર છે. એજન્સીએ ગ્રોથ રેટનું અનુમાન ઘટાડયું છે. ઇન્ડિયા રેટિંગ્સે જણાવ્યું છે કે તુલનાત્મક રીતે સાનુકુળ અસર છતાં ગ્રોથમાં ઘટાડો એવો સંકેત આપે છે કે ૨૦૧૯-૨૦ના બીજા છ મહિનામાં આર્થિક વૃદ્ધિદર અગાઉના અનુમાન કરતાં ઓછો રહી શકે છે અને ૬.૨ ટકા રહેવાની સંભાવના છે.

તેના નિવેદન અનુસાર દેશની આર્થીક સ્થિતી આ વર્ષે વધુ નબળી થઇ છે. સમસ્યા નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓથી શરૂ થઇ હતી. ધીમે ધીમે રિટેલ કંપનીઓ, ઓટો કંપનીઓ, મકાનનાં વેચાણ અને ભારે ઉદ્યોગો પણ  પ્રભાવિત થયા છે. ઇન્ડિયા રેટિંગ્સના વૃદ્ધિદરનુૅ અનુમાન મુડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસના સુધારેલા અનુમાન ૫.૮ ટકાથી પણ ઓછુ છે. આમ, ઇકોનોમી પર ઇન્ડિયા રેટિંગ્સે વૃદ્ધિદર અનુમાન ઘટાડીને ભારતને એક વધુ ઝટકો આપ્યો છે.

(3:37 pm IST)