Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

સુપ્રિમના ચુકાદાથી ઈમરાન ખાન ભારે ગુસ્સો કાનુનમંત્રી પર ઉતાર્યો : રાજીનામુ માગી લીધુ

ઇસ્લામાબાદ તા.૨૭ : પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ કમર જાવેદ બાજવાને અપાયેલા એકસટેન્શનને દેશની સુપ્રીમ કોર્ટે રદ કરતાં વડા પ્રધાન ઇમરાન ખાન ગભરાઇ ગયા હતા એમ એક ટીવી ચેનલે કહ્યું હતું.

મંગળવારે મળેલી પ્રધાનમંડળની બેઠકમાં એજન્ડા પરના બીજા બધા મુદ્દાને પડતા મૂકીને આ મુદ્દો છવાઇ ગયો હતો. કાયદા ખાતાએ સમયસર સુપ્રીમ કોર્ટને દસ્તાવેજો નહીં મેાકલીને બેદરકારી દાખવી હતી એવું ગુસ્સામાં કહીને ઇમરાન ખાને પોતાના કાયદા પ્રધાન ફરોગ નસીૂમનું રાજીનામું માગી લીધું હતું.

આમ સુપ્રીમ કોર્ટ પરનો ગુસ્સો ઇમરાન ખાને પોતાના સાથી પ્રધાન પર ઠાલવ્યો હતો એમ જિયો ઊર્દૂ ન્યૂઝ ચેનલે જણાવ્યું હતું.

અગાઉ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના મુદ્દે પણ સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની ટીકા કરી હતી અને ન્યાય તંત્ર વિશે એલફેલ બોલવા સામે ચેતવણી ઉચ્ચારી હતી.

કેબિનેટની બેઠકમાં ઇમરાન ખાને કહ્યું કે એકસટેન્શનનો નિર્ણય લેવાઇ ચૂકયો હતો તો કાયદા ખાતાએ સમયસર સુપ્રીમ કોર્ટને લાગતાવળગતા દસ્તાવેજો કેમ ન મોકલી આપ્યા ?

(3:28 pm IST)