Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

જેએનયુ વિદ્યાર્થીઓ 50 ટકા છૂટ પર નથી સંતુષ્ટ: સમગ્ર ફી વધારો પાછો લેવાની માંગ સાથે પ્રદર્શન

કનોટપ્લેસ પર માનવ સાંકળ બનાવી વિરોધ પ્રદર્શન કર્યું

નવી દિલ્હી : જેએનયુમાં ફી વૃદ્ધિને લઇને વિદ્યાર્થીઓનો વિરોધ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. આ જ ક્રમમાં જેએનયુનાં વિદ્યાર્થીઓ આજે કનોટપ્લેસ પર માનવ સાંકળ બનાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું જો કે વહીવટીતંત્રએ તમામ વિદ્યાર્થીઓને 50 ટકા અને બીપીએલ ધારકોને 75 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લીધો છે, પરંતુ વિદ્યાર્થીઓ પોતાની માંગ સાથે આજે પણ અડીગ રહ્યા છે.

વિદ્યાર્થીઓની માંગ છે કે વધેલી ફી અંગેનો નિર્ણય સંપૂર્ણ રીતે પાછો ખેંચવો જોઈએ. ભારતીય વુમન પ્રેસ ક્લબમાં છાત્રાલય ફી વધારો પાછો ખેંચવાની માગણી સાથે વિદ્યાર્થીઓ પ્રત્યે એકતા દર્શાવતા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (જેએનયુએસયુ) ના પૂર્વ પ્રમુખો, સીપીઆઈ (એમ) ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી અને પોલિત બ્યૂરોનાં સભ્ય પ્રકાશ કરાત સહિત આજનાં વિરોધ પ્રદર્શનમાં દેશનાં વિદ્યાર્થીઓને જોડાવા અપીલ કરવામાં આવી હતી.

 આ સિવાય જેએનયુનાં પૂર્વ અધ્યક્ષોએ દિલ્હી હાઈકોર્ટમાં વિદ્યાર્થીઓની સાથે થયેલી નિર્દયતા અંગે મર્યાદિત તપાસ કરવાની અપીલ કરી હતી. ઉપરાંત, જીડીપીનો 6 ટકા હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે તેવી માંગણી પણ કરી હતી.

(1:32 pm IST)