Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

૩૦ નવેમ્બરે વચગાળાનો રિપોર્ટ સોંપશે નાણાપંચ

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર વહેંચણીની ભલામણોની શકયતા

નવી દિલ્હી તા.૨૭: ૧૫ મુ નાણાપંચ ૩૦ નવેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ને વચગાળાનો રિપોર્ટ સોંપી શકે છે મળી રહેલી માહિતી અનુસાર આ રિપોર્ટમાં નાણાકીય વર્ષ ૨૦૨૦ -૨૧ માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચણી અંગે ની ભલામણો હોવાની શક્યતા છે . પહેલા પણ સમાચારો આવી ચૂક્યા છે તે મુજબ પંચ નો કાર્યકાળ છ મહિના માટે વધારી શકાય છે તેનું કારણ એ છે કે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ ૨૦૧૯ પછી પંચને કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લડાખ ને કર સંગ્રહ ની રકમ એલોટ કરવા બાબતે વિચાર કરવાનો છે

જો કે જમ્મુ કાશ્મીર અને લડાખ અંગે સરકારે પંચ સાથે કોઈ વાત નથી કરી અને પંચનો કાર્યકાળ વધારવા અંગે પણ કંઈ નથી કહ્યું એવું માનવામાં આવે છે કે ૩૦ નવેમ્બર પહેલા સરકાર આ અંગે જરૂરી અધિસૂચના બહાર પાડી શકે છે એક ઉચ્ચ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે કે પંચ શનિવારે પોતાનો વચગાળાનો રિપોર્ટ સોંપી દેશે

વચગાળાના રિપોર્ટની ભલામણો પછી નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને તેમના અધિકારીઓને ૨૦૨૦ -૨૧ નાણાંકીય વર્ષનું બજેટ તૈયાર કરવામાં મદદ મળશે વચગાળાનો રિપોર્ટ આપવો એ કોઈ નાની વાત નથી આ પહેલાના ત્રણ નાનાપંચો પણ આવા રેકોર્ડ સોંપી ચૂક્યા છે અધિકારીઓએ કહ્યું કે વચગાળાનો રિપોર્ટ તાત્કાલિક જાહેર નહીં કરાય . નાણા મંત્રાલય પોતાની ટિપ્પણીમાં સાથે આ રિપોર્ટ સંસદમાં રજૂ કરશે.

(1:55 pm IST)