Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

જમ્મુ- કાશ્મીરમાં ભારે વરસાદની આગાહીઃ બરફવર્ષાની ચેતવણીઃ ઠંડીનો પારો ગગડયો

શ્રીનગરઃ જમ્મુ- કાશ્મીર આજે પણ હવામાન ખાતાએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઘાટી અને જમ્મુ સંભાગના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષાના લીધે જમ્મુ- શ્રીનગર નેશનલ હાઈવેને અસર પહોંચી શકે છે. રાજૌરી અને પુંછના શોપીયાને જોડતા મુઘુલ રોડ સતત બંધ છે. હવામાનમાં આવેલ બદલાવથી તાપમાનનો પારો ગગડી ગયો છે.

ખીણ પ્રદેશમાં દિવસ દરમિયાન તડકો હતો. જયારે સાંજે વાદળા છવાયેલ. જમ્મુમાં દિવસભર વાદળો રહેલ. જેથી ઠંડીનો અનુભવ થયેલ. જમ્મુમાં દિવસનું ગુરૂત્તમ તાપમાન સામાન્યથી ૨.૨ ડિગ્રી ઘટીને ૨૨.૯ ડિગ્રી નોંધાયેલ.

વિશ્વ પ્રસિધ્ધ વૈષ્ણોદેવી મંદિર કટરામાં પણ તાપમાન નીચું ગયેલ. દિવસ દરમિયાન ૨૦.૧ ડિગ્રી નોંધાયેલ. સંભાગમાં લઘુત્તમ તાપમાન ૩.૬ ડિગ્રી સાથે બનિહાલ સૌથી ઠંડુ રહેલ. આ સિવાય બટોતમાં ૪.૩ અને ભદ્રવાહમાં ૪.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહેલ.

જયારે ગુલમર્ગમાં માઈનસ ૫, લેહમાં માઈનસ ૪.૧, પહેલગામ ૦.૭ અને શ્રીનગરમાં ૨.૮ ડિગ્રી તાપમાન નોંધાયેલ.

(1:03 pm IST)