Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

અજિત પવારને મળશે યોગ્ય સ્થાન, તેમણે કર્યું છે મોટુ કામ

રાઉતના નિવેદનથી શરૂ થઇ અનેક અટકણો

મુંબઇ,તા.૨૭:મહારાષ્ટ્રમાં સરકાર બદલાય ગઇ છે અને હવે રાજયમાં ઠાકરે રાજની શરૂઆત થઇ રહી છે. ઉદ્ઘવ ઠાકરે ગુરૂવારના રોજ મુખ્યમંત્રી પદના શપથ લેવા જઇ રહ્યા છે. આ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે એકવાર ફરી ભાજપ પર નિશાન તાકયું છે. રાઉતે કહ્યું મહારાષ્ટ્રથી દેશમાં પરિવર્તનની શરૂઆત થઇ ગઇ છે.

સંજય રાઉતે કહ્યું કે આજે ઉદ્ઘવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા છે તેનો મતલબ છે કે દેશમાં પરિવર્તનની શરૂઆત થઇ ગઇ છે. જયારે અજિત પવારને લઇને કહ્યું કે તેમને ગઠબંધનમાં યોગ્ય સ્થાન મળશે, તેઓ એક મોટું કામ કરીને આવ્યાં છે.

શિવસેના નેતા રાઉતે સવારે પત્રકાર પરિષદ કરી અને સરકાર ગઠનને લઇને આ વાત કહી. રાઉતે કહ્યું કે ભાજપ તરફથી 'અઘોરી' પ્રયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ મહારાષ્ટ્રની જનતાએ બધુ ધ્વસ્ત કરી દીધુ. સંજય રાઉતે નિવેદન આપ્યું કે હવે આ પ્રકારનો પ્રયોગ નહી ચાલે અને મહારાષ્ટ્રના અસર અન્ય રાજયમાં પણ જોવા મળશે.

સંજય રાઉતે કહ્યું કે ઉદ્ઘવ ઠાકરેના મુખ્યમંત્રી બનવાનું મિશન પૂરુ થઇ ગયુ છે અને અમારા 'સુર્યમાન' મંત્રાલય પર લેન્ડ થઇ ગયું છે. જયારે મે આવુ કહ્યું હતુ ત્યારે લોકો મારા પર હસ્યા હતા. જો આવનાર સમયમાં દિલ્હીમાં પણ અમારુ સૂર્યયાન ઉતરે તો આશ્યર્ય નહી હોય.

(1:01 pm IST)