Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

પ્રિયંકા અને રાહુલ ગાંધી તિહાર જેલમાં પૂર્વ નાણમંત્રી પી.ચિદંબરમને મળવા પહોંચ્યાં

પ્રિયંકા અને રાહુલે ચિદંબરમની મુલાકાત લઈને એમના ખબર અંતર પૂછ્યા

નવી દિલ્હી : કોંગ્રેસના બે અગ્રણી નેતાઓ પ્રિયં કા ગાંધી અને રાહુલ ગાંધી સવારે તિહાર જેલમાં ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમને મળવા પહોંચ્યા હતા.

  ચિદંબરમ આઇએનએક્સ મિડિયા કૌભાંડમાંસંડોવાયા છે અને એમની સામે એક કરતાં વધુ આક્ષેપો થયા છે. એમણે અગાઉ કરેલી જામીન અરજીઓ હજુ સુધી એક પણ વાર કોર્ટે માન્ય રાખી નથી.

  ચિદંબરમ કોંગ્રેસ પક્ષ માટે બહુ મોટી અસ્કામત છે. તિહાર જેલના ડાયરેક્ટર જનરલ સંદીપ ગોયલે આ સમાચારને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે પ્રિયંકા અને રાહુલે ચિદંબરમની મુલાકાત લીધી હતી અને એમના ખબર અંતર પૂછ્યા હતા.

અત્યાર અગાઉ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ તિહાર જેલમાં ચિદંબરમને મળી ચૂક્યાં છે. છેક ઑગસ્ટની 21મીની રાતથી ચિદંબરમ તિહાર જેલમાં છે. એ રાત્રે કોંગ્રેસના વડા મથકે પત્રકાર પરિષદને સંબોધીને ચિદંબરમ પોતાના નિવાસસ્થાને પાછા ફર્યા ત્યારે સીબીઆઇના ઑફિસરોએ તેમના બંગલાની દિવાલ ઓળંગીને તેમની ધરપકડ કરી હતી.

(12:12 pm IST)