Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

પાણી પીતા હરણને ખબર પણ ના પડી અને અજગર વીજળી વેગે તેનો શિકાર બનાવ્યો ! વિડિઓ વાયરલ

અજગર એટલી ઝડપથી ત્રાટક્યો હતો કે જો કોઈ આંખનો પલકારો કરે તો પણ આ ક્ષણ જોવાનું ચુકી જાય

મુંબઈ : મહાકય અજગરને શિકાર કરતા કે લડાઈના વિડિઓ વાયરલ થતા રહે છે ત્યારે  હવે આવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિશાળ અજગર પાણી પી રહેલા હરણ પર હુમલો કરીને તેને પોતાનો શિકાર બનાવે છે.

  આ વીડિયા સુસંતા નંદાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ચાર હરણ પાણીના સ્ત્રોત પાસે પાણી પી રહ્યા છે. આ સમયે જ એક વિશાળ અજગર વીજળીની ઝડપે ખાડામાંથી બહાર આવે છે અને ચારમાંથી એક હરણને પકડીને પાણીમાં ખેંચી જાય છે. અજગર એટલી ઝડપથી ત્રાટક્યો હતો કે જો કોઈ આંખનો પલકારો કરે તો પણ આ ક્ષણ જોવાનું ચુકી જાય. કદાચ હરણને પણ ખ્યાન નહીં હોય કે મોત આટલી ઝડપથી ત્રાટકશે અને શું થયું તેની ખબર પણ નહીં પડે.
 આઈએફએસ નંદાના જણાવ્યા પ્રમાણે, આ વીડિયો મહારાષ્ટ્રના મધ્ય ચંદા વિભાગમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વીડિયો શેર કરતા અધિકારીએ લખ્યું છે કે, કેવી રીતે એક અજગરે વીજળીની ઝડપથી એક સુંદર હરણને પોતાનો કોળિયો બનાવ્યો હતો. અજગરે પોતાના દાંતથી હરણને પકડી લીધું હતું

(12:10 pm IST)