Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

કાળશીલા પર ન ભૂંસાય તેવા હસ્તાક્ષર છે ઓશો

જયારે આપણે કોઈપણ વ્યકિતત્વ વિશે વિચારીએ છીએ ત્યારે આપણા વિચારોમાં સૌ પહેલા તેમની આકૃતિ ઉપસે છે. એવી જ રીતે ઓશો વિશે વિચારતા જ એક ચિત્ર ઉપસે છે. ઓશોની દાઢી, ઉન્નત કપાળ, સમુદ્ર જેવી ઉંડી અને બાજ જેવી તીક્ષ્ણ દૃષ્ટિવાળુ તેમનું વ્યકિતત્વ એક એવુ આભામંડળ રચે છે જેના લીધે આપણે તેમને સાંભળવા કે વાંચવા માટે વિવશ થઈ જઈએ છીએ. ઓશોનો અવાજ, વાણી, તેમના શબ્દો, ભાષા શૈલી, અભિવ્યકિત અને વકતવ્યની વાત કરૂ તો તે અદ્વિતીય છે.

જયારે મંે પહેલીવાર તેમના વિશે સાંભળ્યુ ત્યારે હું કિશોરાવસ્થામાં હતો. મેં જે સાંભળ્યુ તે નકારાત્મક હતું પણ જયારે મેં તેમને વાંચવાનુ શરૂ કર્યુ તો તે વિસ્ફોટક સાબિત થયુ. વીસમી શતાબ્દીમાં ભાગ્યે જ કોઈ એવુ હતું જે મૃત્યુ શીખવવાનો દાવો કરતુ હતું જે સંભોગને સમાધી સાથે જોડતુ હતું, ગાંધીજીને પાખંડી કહી શકતુ હતું.

હું ઓશોને સંત નહિં વિચારક ગણુ છું. સંતત્વને કેટલીક સૈદ્ધાંતિક ઉપલબ્ધીઓની જરૂર પડે છે જે કયારેક કયારેક પાખંડની નજીક પહોંચી જાય છે. વિચારક તટસ્થ અને નિર્મોહી હોય છે. ઓશોને સંત કહેવા તે તેમના સન્માનની વિરૂદ્ધ ગણાશે.(૩૭.૩)

શશી શેખર (ચીફ એડીટર - હિન્દુસ્તાન કાદંબિની અને નંદન)

(11:52 am IST)