Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

યુનિયનોને હડતાલ પાડવાનું મુશ્કેલ બનશે : કામદારોની છટણી સરળ

કેન્દ્રની મોદી સરકાર 'લેબર કોડ' લોકસભામાં રજૂ કરશે : ઘાતક જોગવાઇઓ : યુનિયનો લાલઘુમઃ હડતાલ પૂર્વે ૧૪ દિવસની નોટીસ દેવી પડશેઃ ૭પ ટકા કર્મચારીઓનું સમર્થન હોય તેની સાથે જ મંત્રણા : માલિકો તરફી અનેક જોગવાઇઓ

નવી દિલ્હી, તા. ર૭ : આગામી દિવસોમાં લેબર યુનિયનોને હડતાલ પર જવાનું મુશ્કેલ બની શકે તેમ છે. સાથોસાથ કંપનીઓમાં કર્મચારીઓની છટણીની પ્રક્રિયા પણ પહેલા કરતાં વધુ સરળ થઇ શકે છે. આવું એટલા માટે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર આજે સંસદના નીચલા ગૃહ લોકસભામાં લેબરે કોડ રજુ કરી રહી છે.

મળતા અહેવાલો મુજબ નવા લેબર કોડ સાથે જોડાયેલા પ્રસ્તાવ હેઠળ કોઇપણ કર્મચારીના નક્કી થયેલા કાર્યકાળની સેવા સમાપ્તી બાદ તેને છટણીનો હિસ્સો માનવામાં નહિ આવે.

બિલમાં એ પણ પ્રસ્તાવ છે કે ટ્રેડ યુનિયનને 'સોલ નોગેશીયેટીંગ યુનિયન' ત્યારે જ માનવામાં આવશે જયારે તેની પાસે ત્યાંના ૭પ ટકા કે તેથી વધુ કર્મચારીઓનું સમર્થન હોય. આ પહેલા આ માટે બિલ હેઠળ ૬૬ ટકા કર્મચારીઓનું સમર્થન હોવું જરૂરી હતું.

બિલમાં પ્રસ્તાવ છે કે મોટા પાયે થનારી કેઝયુઅલ લીવ ને 'હડતાલ' માનવામાં આવશે જે પર હડતાલ જવા માટે ૧૪ દિવસની અગાઉથી નોટીસ આપવી પડશે. કહેવાય છે કે, આ બિલ હેઠળ ફિકસ્ડ ટર્મ એમ્પ્લોયમેન્ટ નવી શ્રેણીમાં રહેશે.

કહેવાય છે કે આ કોડ થકી કર્મચારીઓની નિયુકતી અને તેમને હટાવવાની પ્રક્રિયા કંપનીઓ માટે ઘણી સરળ બની જશે. પીએમ મોદીના વડપણ હેઠળની કેબીનેટે ર૦મીએ સંસદમાં ઇન્ડસ્ટ્રીયલ રીલેશન કોડ ર૦૧૯ ને મંજૂરી આપી હતી.

આ કોડનો હેતુક કેન્દ્રીય શ્રમિક એકટને સરળ બનાવવા અને તેને મર્જ કરવાનો છે.

દરમ્યાન 'સીટુ' એ કેન્દ્રના ૪૪ શ્રમ કાનૂનોને ૪ લેબર કોડ બિલમાં બદલવાના પ્રયાસને ઘાતક અને મજૂરોની પાયમાલી સમા ગણાવ્યા છે. માલિકો તરફી ફેરફારો કરી રહી છે.

જો કે સરકારનું કહેવું છે કે, કર્મચારીઓની સુરક્ષા-સ્વાસ્થ્ય સુધરે તેવી વિગતો બિલમાં છે.

(11:33 am IST)