Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

લ્યો બોલો : દેવેંદ્ર ફડણવીસ અને અજિત પવારને મળશે ચાર દિવસનું વેતન- ભથ્થું

બંનેને શપથ લીધા ત્યારથી જ તેમનું વેતનનું મીટર ચાલું થઈ ગયું

મુંબઈ : પાંચ વર્ષ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂકેલ દેવેંદ્ર ફડણવીસનો બીજો કાર્યકાળ ભલે માત્ર ચાર જ દિવસનો રહ્યો, પરંતુ શનિવારે બીજા મુખ્યમંત્રી પદના શપથ લેનાર ફડણવીસને ચાર દિવસનું વેતન મળશે. તેમની સાથે-સાથે ઉપ-મુખ્યમંત્રી પદ માટે શપથ લેનાર અજિત પવારને પણ આટલા જ સમયનું વેતન મળશે.

  આ બંનેને શપથ લીધા ત્યારથી જ તેમનું વેતનનું મીટર ચાલું થઈ ગયું હતું. આ દરમિયાન તેમણે આપેલ સેવાઓના બદલામાં નક્કી કરેલ વેતનનો ચાર દિવસનો ભાગ તેમને મળશે.

   સુપ્રીમ કોર્ટના વકીલ કેસી કૌશિક, જ્ઞાનત સિંહ અને ડીકે ગર્ગના જણાવ્યા અનુસાર, શનિવારે રાષ્ટ્રપતિ શાસન દૂર કર્યા બાદ ફટાફટ વહેલી સવારે મુખ્યમંત્રી પદના શપથ લેનાર ફડણવીસ અને અજિત પવારને ચાર દિવસનું વેતન મળશે

   જોકે એ વાત અલગ છે કે, ચોરીછૂપે સરકાર બનાવ્યા બાદ, માત્ર ચાર જ દિવસમાં અજિત પવાર કાકાની છાવણીમાં પાછા ફરી ગયા. વિશેષકોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું વેતન અને ભથ્થુ લગભગ મહિનાનું સાડા ત્રણ લાખ છે. એ હિસાબે તેમને લગભગ અંદાજે 11,700 રૂપિયાની આસપાસ વેતન મળશે.

(11:14 am IST)