Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ફડણવીસના રાજીનામા બાદ પત્નિએ ફેસબુકમાં લખ્યું, 'પલટ કેે આઉંગી શાખો પે ખુશ્બુએ લેકર'

મહારાષ્ટ્રમાં સત્તાની સોગઠીમાં મુખ્યમંત્રી પદની ખુરશીનો બીજી વાર ત્યાગ કરનારા દેવેન્દ્ર ફડણવીસના ગાયિકા પત્નિએ અનોખા અંદાજમાં રાજયની જનતાનો આભાર માન્યો હતો

મુંબઇ, તા.૨૭: મહારાષ્ટ્રમાં સત્તાની સોગઠીમાં મુખ્યમંત્રી પદની ખુરશીનો બીજી વાર ત્યાગ કરનારા દેવેન્દ્ર ફડણવીસના ગાયિકા પત્નિએ અનોખા અંદાજમાં રાજયની જનતાનો આભાર માન્યો હતો. પોતાના સ્ટાઇલીશ અંદાજ માટે જાણીતા અમૃતા ફડણવીશે તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર મંગળવારે સાંજે મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો. તેમણે પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રીના પત્નિ તરીકે તેમને મળેલા સન્માન બદલ મહારાષ્ટ્રની જનતા જોગ એક ભાવનાત્મક સંદેશો લખ્યો હતો. તેણણ લખ્યું, 'પલટ કે આઉંગી શાખો પે ખુશ્બુએ લેકર, ખીજા કી જદ્દમેં હું ઝરા મોસમ બદલને દેગાયિકા અને ફિટનેસ ફ્રીક પૂર્વ મુખ્યમંત્રીના પત્ની તરીકે અમૃતા ફડણવીસ કાયમ ચર્ચામાં રહ્યા હતા. બાઙ્ખલિવૂડના એવોર્ડ શો હોય કે પછી વિદેશ પ્રવાસ અમૃતા ફડણવીસનું ગ્લેમર મહારાષ્ટ્રના માધ્યમોમાં છવાયેલું રહ્યું. એક હાઉસ વાઇફથી લઈને મુખ્યમંત્રીના પત્ની સુધી તેમણે હંમેશા આગવી ભૂમિકા ભજવી હતી. તેમણે પતિ દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા બાદ લખ્યું કે 'પાંચ  વર્ષ સુધી મહારાષ્ટ્રની વહિની તરીકે મને અનહદ પ્રેમ આપવા બદલ આભાર અમૃતા ફડણવીસે એક ફેસબુક પોસ્ટના માધ્યમથી શાયરી લખીને અને જણાવ્યું કે 'મેં પાંચ વર્ષ સુધી મારી ભૂમિકા સકારાત્મક રીતે ભજવી અને બદલાવ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જય હિંદ જય ભારત નાટ્યત્મક રીતે ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લેનારા અજીત પવારના રાજીનામા બાદ દેવેન્દ્ર ફડણવીસે પણ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ ધરી દીધુ હતું. તેમના આ નિર્ણય બાદ જ પત્ની અમૃતાએ ભાવનાત્મક પ્રતિક્રિયા આપી હતી. પતિ સાથે સતત પડછાયાની જેમ રહેતા પત્નીએ પણ આ તકે મહારાષ્ટ્રની પ્રજા જોગ પોતાની લાગણી ઠાલવી હતી.દેવેન્દ્ર ફડણવીસે અગાઉ પણ સત્ત્।ા પરથી રાજીનામું આપ્યું હતું. સરકારની રચના ન થઈ શકતા ૮મી નવેમ્બરે વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. આ તકે પણ પત્ની અમૃતા ફડણવીસે લખ્યું હતું કે 'તમારા નિર્ણય પર મને ખૂબ ગર્વ છે. દેવેન્દ્ર ફણવીસના પત્ની અમૃતા બેન્કર અને ગાયિકા છે. તેઓ સામાજીક ક્ષેત્રે પણ આગવી છાપ ધરાવે છે. વર્ષ ૨૦૦૫માં તેમનું લગ્ન દેવેન્દ્ર ફડણવીસ સાથે થયું હતું. લગ્ન જીવનમાં તેમના દ્યરે એક પુત્રીનો જન્મ થયો હતો જેનું નામ દ્વીજા છે.

(10:46 am IST)