Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મહારાષ્ટ્રમાં સસ્પેન્સનો અંત : હવે ઉદ્ધવ ઠાકરે નવા મુખ્યમંત્રી બનશે

મહા વિકાસ અઘાડીના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેની પસંદગી કરાઈ : દેવેન્દ્ર ફડનવીસના રાજીનામા બાદ મોડી સાંજે મુંબઈના ટ્રાઇડેન્ટ હોટલમાં શિવસેના, એનસીપી-કોંગ્રેસી નેતાઓની બેઠક : ઉદ્ધવ ને છ માસમાં ચૂંટણી લડવી પડશે

શ્રીનગર, તા. : શિવસેના વડા ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી હશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના રાજીનામા બાદ મંગળવારના દિવસે મુંબઈના ટ્રાઇડેન્ટ હોટલમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસ અને કેટલાક નાના પક્ષોની સંયુક્ત બેઠકમાં મહા વિકાસ અઘાડીની વિધિવત રચના કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેને મહા વિકાસ અઘાડીના નેતા તરીકે ચૂંટણી કાઢવામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરે હાલમાં ધારાસભ્ય નથી જેથી મુખ્યમંત્રી બની ગયાના મહિનાની અંદર તેમને વિધાનસભા અથવા તો વિધાન પરિષદના સભ્ય બનવાની રૂ રહેશે. ઉદ્ધવ ઠાકરે પહેલી ડિસેમ્બરના દિવસે મુંબઈના શિવાજી પાર્કમાં એક ભવ્ય કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે. પ્રથમ વખત ઠાકરે પરિવારમાંથી કોઇ વ્યક્તિ મુખ્યમંત્રી બનવા જઈ રહી છે.

                          હજુ સુધી ઠાકરે પરિવારના સભ્યો ચૂંટણીથી દૂર રહેતા હતા પરંતુ હવે એક સાથે આવી ગયા છે. વિધાનસભા ચૂંટણીમાં શિવસેના પરિવારે વખતે પરંપરા તોડી હતી અને ઉદ્ધવ ઠાકરેના બદલે આદિત્ય ઠાકરેને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. એવા સંકેત વખતે મળી ગયા હતા કે, શિવસેના મુખ્યમંત્રી પદ માટે જોર લગાવશે. ૨૪મી ઓક્ટોબરના દિવસે ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ શિવસેનાએ ભાજપ પર આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા માટે દબાણ લાવ્યું હતું. જો કે, ભાજપ સાથે ગઠબંધન તુટી ગયા બાદ પોતે મુખ્યમંત્રી તરીકે આગળ વધવાની ફરજ પડી રહી છે. ઉદ્ધવ ઠાકરેની સાથે કોંગ્રેસ અને એનસીપીમાંથી પણ એક એક નેતા નાયબ મુખ્યમંત્રી પદના હોદ્દા લઇ શકે છે. એનસીપી તરફથી જયંત પાટીલ અને કોંગ્રેસ તરફથી બાલાસાહેબ ખોરાટ નાયબ મુખ્યમંત્રી બની શકે છે.

                          મહા વિકાસ અઘાડીના નેતા અને મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેના નામનો પ્રસ્તાવ પાસ થયા બાદ એનસીપી વડા શરદ પવારે કહ્યું હતું કે, રાજ્યમાં ફેરફારની રૂ દેખાઈ રહી હતી. બાલાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરતા શરદ પવારે કહ્યું હતું કે, તેઓ ખુબ આક્રમક નેતા હતા. જો આજે જીવિત હોત તો ખુશ થયા હોત. પવારે કહ્યું હતું કે, ત્રણ પ્રતિનિધિઓ રાજ્યપાલને મોડેથી મળ્યા છે અને સરકાર બનાવવાનો દાવો કરી ચુક્યા છે. શપથવિધિ પહેલી ડિસેમ્બરના દિવસે મુંબઈના શિવાજી પાર્કમાંયોજાશે. બીજી બાજુ મહાવિકાસ અઘાડીના નેતા તરીકેચૂંટાઈ આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ એનસીપીના વડા શરદ પવાર અને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીનો આભાર માન્યો હતો. અમે તમામ એક પરિવારની જેમ કામ કરીશું. વિચારધારા સાથે કોઇ સમજૂતિ કરવાનો પણ ઇન્કાર કર્યો હતો.

(12:00 am IST)