Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

''સપોર્ટ ન્યુ ઇન્ડિયા'' : ભારતના જરૂરીયાતમંદ પ્રજાજનોને મદદરૂપ થવા અમેરિકામાં નોનપ્રોફટ ફાઉન્ડેશનનું લોંચીંગઃ વતનના છેવાડાના વિસ્તારોમાં વસતા લોકાની આર્થિક,સામાજીક, શારિરીક,તેમજ આરોગ્ય સેવાઓ કરવાનો હેતુ

ન્યુજર્સીઃ સપોર્ટ ન્યૂ ઇન્ડિયા જે એક નોન પ્રોફીટ સંસ્થાની રચના ૧૭ નવેમ્બર ૨૦૧૯ ના સુપ્રભાતે આ સંસ્થાનો સુવર્ણોદય થયો. જેનો મુખ્ય આધાર સ્તંભ ગૌતમ પટેલના (નોર્થ કેરોલિના) ચિરંતન ચિંતન તથા પિયુષ પટેલ (ન્યૂજર્સી) સાથે વિચાર-વિનીમયના પરિણામ વાસ્તવિકતામાં પરિવર્તીત થયું. ત્યારબાદ સંસ્થાના બોર્ડમાં પ્રતિભાશાળી સભ્યો જોડાયા અને કદમ સાથે કદમ મેળવી સંસ્થાનો ઉદભવ સફળ બનાવ્યો. તેના મુખ્ય પાંચ આધારસ્તંભમાં હિતેષ ભટ્ટ (ન્યૂજર્સી) કિરણ પટેલ (પેનસિલ્વેનિયા) નિમીષ ભટ્ટ (નોર્થ કેરોલિના) સાથે સંસ્થાના અન્ય સભ્યોએ સફળ બનાવવામાં સિંહ ફાળો આપ્યો.

માતૂભૂમિની સેવા માટે સમર્પિત બની સેવા કરવા આ ફાઉન્ડેશન અમેરિકામાં વસતા ભારતિઓ માટે રચવામાં આવેલ છે. જેનો મુખ્ય હેતુ હિન્દુસ્તાનના ટ્રાઇબલ-ગરીબ વિસ્તારમાં આર્થિક-સામાજીકશારિરીક ઉત્થાન, હેલ્થફેર, જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી. સમગ્ર કાર્યો ભારત સરકાર તથા રાજય સરકારાના સહયોગથી કરવામાં આવશે. ટ્રાઇબલ વિસ્તારમાં ''જનજાતિ કલ્યાણ આશ્રમ, અમદાવાદના સહયોગથી કરવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ન્યૂજર્સીના ખ્યાતનામ ડોકટર તુષાર પટેલ સંસ્થાના બોર્ડમાં સામેલ થયા તેઓના અનુભવને ધ્યાનમાં રાખતા તેઆ ડોકટર સેલ તથા યુથ સેલના મુખ્ય સલાહકાર રહેશે.

કાર્યક્રમને સફળતાના સાત રંગોથી ભરવામાં આવેલ મહેમાનોમાં મુખ્યત્વે ન્યૂજર્સીના સેનેટર સેમ થોમ્પસન. પદ્યશ્રી ડોકટર સુધીર પરીખ તથા ન્યૂજર્સીની અનેક સંસ્થાઓના વડાઓએ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. સપોર્ટ ન્યૂ ઇન્ડિયાના હેતુઓને ધ્યાનમાં રાખી, સ્વામીનારાયણ મંદિર )વડતાલ ધામ) દ્વારા તેઓનો સભાખંડ વિનામૂલ્યે આપવામાં આવ્યો તથા સ્વામીશ્રી રામદાસજીએ આર્શીચન આપ્યા. ઉપરાંત સંસ્થાના સેવાભાવી ભકતોએ પણ સેવા આીપી કાર્યક્રમને સપળ બનાવ્યો.

વુમેન સેલના પ્રેસિડેન્ટ દીપ્તી સુરેશ જાનીના માર્ગદર્શન હેઠળ વુમેન એમ્પાવરમેન્ટ, હિન્દુસ્તાનના દૂરના ગામોમાં વિકસેલ હેન્ડીકાફટ-હેન્ડલૂમનો પ્રચાર-પ્રસાર કરી યોગ્ય બજાર અપાવવુ.

ડોકટર સેલના પ્રેસિડેન્ટ ડોકટર બ્રિજેશ પટેલના માર્ગદર્શન હેઠળ અમેરિકામાં વસતા ડોકટર તથા પેરામેડિકલ સ્ટાફ સરકારના સહયોગથી હેલ્થફેરનું આયોજન કરવું. ચાઇલ્ડ ડેવલોપમેન્ટ-બાળરોગ વગેરે જેવા કાર્યક્રમ હિન્દુસ્તાનમા હાથ ધરાશે.

યુથ સેલના પ્રેસિડેન્ટ વિવેક પટેલના માર્ગદર્શન હેઠળ અમેરિકામાં વસતા ૧૬ વર્ષ થી ૪૦ વર્ષના યુવાનોને હિન્દુસ્તાન મોકલવામાં આવશે. યુવાના હિન્દુસ્તાનની સંસ્કૃતિ તથા સંસ્કારથી પરિચીત થશે ઉદઉપરાંત આ યુવાનો ભારત સરકારના સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત જેવા કાર્યોમાં સેવા અર્પણ કરશે.

મોટેલિય સેલના પ્રેસિડેન્ટ નરેશ ભકતાના માર્ગદર્શન હેઠળ હિન્દુસ્તાનના પ્રવાસન ઉદ્યોગના વિકાસમાં સહભાગી બનશે.

આ સંસ્થાના ચેરમેન ગૌતમ પટેલ, વાઇસ ચેરમેન પિયુષ પટેલ, ચીફ ટેકનોલાજી ઓફિસર હિતેષ ભટ્ટ, એકઝીકયુટીવ ડાયરેકટર કિરણ પટેલ તથા નિમીષ ભટ્ટ છે.

સપોર્ટ ન્યૂ ઇન્ડિયાના ન્યૂજર્સીના બોર્ડના સભ્યોએ સંસ્થાના સ્થાપના દિનને સફળ બનાવવામાં અવિરત મહેનત કરી સફળ બનાવ્યો હતા. વિશેષ કરીને યુથ સેલના યુવાનો તથા અન્ય યુવા સ્વયંસેવકો જે અથાક પરિશ્રમ કરી સફળતામાં ચાર ચાંદ લગાવ્યા હતા. તેવું શ્રી તુષાર પટેલની યાદી જણાવે છે. 

(8:49 am IST)