Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

યુ.એસ.માં કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા ન્યુયોર્ક તથા FIAના ઉપક્રમે ૨૪ નવેં.૨૦૧૯ના રોજ પ્રિન્સટન ઇન્ડિયા બિઝનેસ મીટીંગ યોજાઇ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા ન્યુયોર્ક તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન્શ ન્યુયોર્ક, ન્યુજર્સી, કનેકટીકટના સંયુકત ઉપક્રમે ૨૪ નવેં.૨૦૧૯ના રોજ પ્રિન્સટન ઇન્ડિયા બિઝનેસ મીટીંગ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું.

૬૫, વિટરસ્યૂન સ્ટ્રીટ પ્રિન્સટન ન્યુજર્સી મુકામે યોજાયેલ આ સંમેલનનો સમય બપોરે ૧ થી ૩ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો. તેવું FIAની યાદીમાં જાણવા મળે છે.

 

(8:06 pm IST)