Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

યુ.એસ.માં BAPS ચીનોહીલ્સ,કેલીફોર્નિયા મુકામે દીપાવલી મહોત્સવ ઉજવાયો : હજારો ભક્તો તથા સંતોએ હાજરી આપી

કેલિફોર્નિયા : બી એ પી એસ . ચીનોહીલ્સ,કેલીફોર્નિયા માં દીપાવલી મહોત્સવ હજારો ભક્તો ની હાજરી તથા સંતગણ ની આગેવાની નીચે તેમજ સ્વયંસેવકોની અથાગ મહેનત તથા લગનને કારણે અભૂતપૂર્વક આનંદ ઉત્સાહ પુર્વક ઉજવાઈ ગયો, જે અંતર્ગત પર્વની ભવ્યતા તથા મહત્તા આપણી સંસ્ક્રુતિને ઉજાગર કરનારી હતી. સ્થાનિક રહેવાસીઓએ પણ ખૂબજ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને સમારોહને ચાર ચાંદ લગાવ્યા હતા. આ સંસ્થાની લાગણીસભર મહેનતે ભારતીયતાને દીપાવી હતી.તેવું માહિતી શ્રી હર્ષદરાય શાહ તથા તસ્વીર સૌજન્ય શ્રી કાંતિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.                            

(7:14 pm IST)