Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

શ્રીફળનો અેક નાનો ટુકડો શરીર માટે ખુબ જ આરોગ્‍યપ્રદઃ વિટામીન, મિનરલ, કાર્બોહાઇડ્રેટસ અને પ્રોટીનનો બેસ્‍ટ સોર્સ

નારિયેળનો ઉપયોગ સામાન્ય રીતે પૂજા-પાઠમાં થાય છે. પણ શું તમે જાણો છો કે નારિયેળનો 1 નાનો ટુકડો તમારા શરીર માટે કેટલો આરોગ્યપ્રદ છે. આ એક નારિયેળનો ટુકડો બોડીમાં ઈમ્યૂનિટી વધારે છે અને તેનાથી મેમરી પણ શાર્પ થાય છે. તેના અન્ય પણ ઘણાં ફાયદાઓ છે. નારિયેળ વિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે.

નારિયેળ ઉનાળામાં તો ખૂબ ફાયદાકારક છે કેમકે તેમાં પાણીની માત્રા પણ સારી હોય છે. જેથી તે બોડીને પ્રોપર હાઈડ્રેટ પણ રાખે છે. નારિયળના સેવનથી વાળ અને સ્કિનને પણ ગજબનો ફાયદો થાય છે. તો ચાલો આજે જાણી લો કે નારિયેળ તમને કેવા ફાયદા આપી શકે છે.

કબજિયાતની પ્રોબ્લેમ રહેતી હોય તેવા લોકો માટે તો નારિયેળનો એક મોટો ટુકડો રાતે સૂતા પહેલાં અક્સિર ઈલાજ છે. રાતે નારિયેળ ખાવ સવારે તમારું પેટ સાફ થઈ જશે. તેમાં ફાયબર સારી માત્રામાં હોય છે. જેથી અપચામાં રાહત મળે છે અને પેટ સાફ આવે છે.

ઘણા લોકોને નસકોરી ફૂટવાનો પ્રોબ્લેમ થતો હોય છે અને નાકમાંથી લોહી નીકળતું હોય તેમના માટે આ એક બેસ્ટ દવાનું કામ કરે છે. આ સમસ્યાથી કાયમી છૂટકારા માટે સાકર સાથે નારિયેળ મિક્સ કરીને ખાઓ.

જો તમને ઊલટી જેવું ફીલ થાય અને ઊલટી આવતી હોય તો નારિયેળનો નાનો ટુકડો મોંમાં રાખીને ધીરે-ધીરે ચાવીને ખાવાથી આ પ્રોબ્લેમ તરત જ આરામ મળે છે.

નારિયેળમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે. જે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તેમજ એક સારા એન્ટીબાયોટિકનું પણ કામ કરે છે. જે દરેક પ્રકારની એલર્જીને પણ આ દૂર કરે છે.નારિયેળનું તેલ એક સારું સનસ્ક્રીનનું પણ કામ કરે છે. તડકામાં નીકળતાં પહેલાં તેને લગાવવાથી મોંઘા સનસ્ક્રીનની જરૂર પડતી નથી. પિંપલ્સને દૂર કરવા માટે કાકડીના રસમાં નારિયેળ પાણી મિક્સ કરીને ચહેરા પર લગાવો. ચહેરા પરથી પિંપલ્સ તો દૂર થશે સાથે ચહેરાનો ગ્લો પણ ખૂબ વધી જશે.

(5:28 pm IST)