Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

નવી કૃષિનિકાસનીતિને ટૂંકમાં મંજૂરી મળવાની સંભાવના

કૃષિ નિકાસનીતિ અંતર્ગત નિકાસ ૬ હજાર કરોડ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક

નવી દિલ્હી તા. ર૭ : કેન્દ્ર સરકાર નવી નિકાસનીતિને ટુંકમાં મંજુરી આપે એવી સંભાવના છે. કેન્દ્રીય વાણિજય મંત્રાલયે આ વિશેની રૂપરેખા તૈયાર કરીને કેન્દ્રીય કેબિનેટને મોકલી આપી છે. અને સરકાર દ્વારા કેબિનેટમાં આ મુદ્દે ચર્ચા થયા બાદ ફાઇનલ મંજુરી ચાલુ સપ્તાહમાં જ મળી જાય એવી સંભાવના છે.

કેન્દ્ર સરકાર નવી કૃષિ નિકાસનિતિ અંતર્ગત ર૦રર સુધીમાં ભારતમાં કુલ ૬ હજાર કરોડ ડોલરની નિકાસ કરવાનો લક્ષ્યાંક રાખે છે. નવી નિકાસનિતિમાં કેન્દ્ર સરકાર એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમીટી એકટમાં પણ બદલાવ લાવશે અને મંડી ટેકસ જે લેવામાં આવે એમા પણ ઘટાડો કરવાની દરખાસ્ત છે.

વાણિયાજય મંત્રાલયે જે દરખાસ્ત મોકલી છે એ પ્રમાણે નવી નિકાસનીતીમાં જમીન લીઝ પર આપવાના નિયમ પણ સરળ કરવાની વાત છે રાજયમાં ઇન્ફાસ્ટ્રકચર ભૂમીકા વધશે, લઘુતમ આયાતમુલ્ય નિકાસ ડયુટી નાબુદ કરવાની વાત અને દેશમાંથી કૃષિ નિકાસ વધે અને ખેડુતોની આવકમાં વધારો થાય એવી પોલીસી બનાવવામાં આવી છે.

કેન્દ્ર સરકારે ખેડુતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવાના હેતુસર કૃષિ નિકાસનિતીમાં મોટાપાયે ફેરફાર કરવાની દરખાસ્ત કરી છે હાલમાં કુલ નિકાસમાં ખેડુતોની ભાગીદારી માત્ર ૧૦ ટકા જેટલી જ છે, જેને વધારવાનો સરકારે લક્ષ્યાંક રાખ્યો છે. જો ખેડુતો સીધા નિકાસ કરતા થશે તો જ તેમની આવકમાં વધારો થશે અને નિકાસમાં પણ વધારો થવાની ધારણા છે.

નવી નિકાસનીતિમાં સરકાર સિંગદાણાની નિકાસ પર પણ કોઇ રાહતો જાહેર કરે એવી સંભાવના દેખાય રહી છે સરકારે કેટલીક કૃષિ પ્રોડકટની નિકાસ અત્યારે અટકી ગઇ છે.અને ક્રમશઃ વધારવા માટે નિકાસરાહતો જાહેર કરી છે. તાજેતરમાં નોન-બાસમતી ચોખાની નિકાસ પર પણ પાંચ ટકાની રાહત જાહેર કરી હતી, એ જ રીતે સિંગદાણાની નિકાસ પર પણ રાહતો જાહેર થવાની સંભાવના છે.

(11:37 am IST)