Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

આગામી વર્ષોમાં ભાવનગર સહીત મુંબઈ, કોલકાતા, ચેન્નઈ શહેર દરિયામાં ડૂબી જવાનો મંડરાતો ખતરો

ભારતના 25 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ગ્લોબલ વોર્મિંગને કારણે પૂર અને દુષ્કાળનો ભોગ બનશે

નવી દિલ્હી : ગ્લાસગોમાં આયોજિત થનાર સંયુક્ત રાષ્ટ્રના ગ્લોબલ વોર્મિંગ પરના સંમેલનના એક અઠવાડિયા પહેલા પ્રસિદ્ધ થયેલા યુએનના સ્ટડીમાં એવું જણાવાયું છે કે ભારતના 25 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ગ્લોબલ વોર્મિંગને કારણે પૂર અને દુષ્કાળનો ભોગ બનશે.

  સંયુક્ત રાષ્ટ્રસંઘના રિપોર્ટમાં ગુજરાતના તટીય શહેર ભાવનગર પણ દરિયામાં સમાઈ જવાની ચેતવણી આપવામાં આવી છે. ભાવનગરની ઉપરાંત, મહારાષ્ટ્રના મુંબઈ, તમિલનાડુના ચેન્નઈ પર પણ ડૂબી જવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.

પૃથ્વીનું તાપમાન દર વર્ષે વધી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના ગંભીર ખતરાની અસર ભારત પર પણ પડી રહી છે. આગામી થોડા વર્ષોમાં સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી સુધી વધવાની પણ ચેતવણી આપવામા આવી છે

(12:11 am IST)