Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

તપાસ દરમિયાન એકત્ર કરવામાં આવેલી માહિતી મીડિયા સમક્ષ લીક ન કરવા કર્ણાટક હાઈકોર્ટનો પોલીસ કમિશ્નરને આદેશ : આવી ભૂલ કરનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરવા સૂચના

કર્ણાટક : કર્ણાટક હાઈકોર્ટએ તાજેતરમાં પોલીસ કમિશ્નરને સૂચના આપતા જણાવ્યું છે કે તપાસ દરમિયાન એકત્ર કરવામાં આવેલી માહિતી મીડિયા સમક્ષ લીક ન થવી જોઈએ .સાથોસાથ આવી ભૂલ કરનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરવા સૂચના આપી છે.
 
હાઇકોર્ટે આ અંગે જારી કરાયેલા પરિપત્રોની ન્યાયિક નોંધ લીધી હતી અને રાજ્યને ભૂલ કરનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો. તથા તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલી માહિતી મીડિયાને લીક ન કરવા માટે નિર્દેશ માંગતી અરજીનો નિકાલ કર્યો હતો.

અરજીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયને અશ્લીલ, હિંસક, જાતીય વિડિયો, ઑડિયો અને તસવીરો પ્રકાશિત કરવા પર રોક લગાવવા માટે નિયમો ઘડવાના નિર્દેશો પણ માંગવામાં આવ્યા હતા. વધુમાં, ઈલેક્ટ્રોનિક મીડિયાને કોર્ટમાં પડતર બાબતોનું વિશ્લેષણ કરવાથી રોકવા માટે એક દિશા માંગવામાં આવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:41 pm IST)