Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

રિલાયન્સ ન્યૂ એનર્જી સોલરે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલરમાં ભાગીદારી ખરીદવા કરી ઓપન ઓફર

મિસ્ત્રી પરિવારની કંપનીમાં 26 ટકા ભાગીદારી માટે 1840 કરોડમાં ખરીદશે 4.91 કરોડ શેર ખરીદશે :શેરના ટેકઓવર માટે પ્રતિ શેર 375 રૂપિયા અથવા કુલ 1840 કરોડ રૂપિયાથી વધુની ઓપન ઑફર

મુંબઈ : રિલાયન્સ ગ્રુપની ફર્મ રિલાયન્સ ન્યૂ એનર્જી સોલરે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલરના 4.91 કરોડ શેરના ટેકઓવર માટે પ્રતિ શેર 375 રૂપિયા અથવા કુલ 1840 કરોડ રૂપિયાથી વધુની ઓપન ઑફરની રજૂઆત કરી છે.

સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલારે શેરબજારને જણાવ્યું કે, 4.91 કરોડ શેર, 25.9 ટકા ઇક્વિટી ભાગીદારી અથવા કંપનીમાં સંપૂર્ણ જાહેર ભાગીદારી બરાબર છે. ઓપન ઓફરનો ડ્રાફ્ટ લેટર અનુસાર, આ ઓફરમાં રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ સિવાય રિલાયન્સ ગ્રુપની બીજી કંપનીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રિલાયન્સ વેન્ચર્સ લિમિટેડ પણ સામેલ છે. RNISL, RILની પૂર્ણ માલિકીવાળી સહાયક કંપની છે. શેરબજારને આપેલી માહિતી અનુસાર, રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડે 1 રૂપિયાના ફેસ વેલ્યુવાળા 4,91,37,420 સમગ્ર રીતે પેઇડ-અપ ઇક્વિટી શેરના ટેકઓવર માટે ખુલી રજૂઆતનો ડ્રાફ્ટ લેટર જાહેર કર્યો છે. આ કંપનીના સંપૂર્ણ સાર્વજનિક શેરહોલ્ડિંગ બરાબર છે અને સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલર લિમિટેડની મતદાન ફાઇનાન્સનું 25.90 ટકા છે.

સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલર, શાપૂરજી પાલોનજી(SP) ગ્રુપ અને ખુર્શીદ યજ્દી દારૂવાલા પરિવારની ભાગીદારીવાળી અને EPC સંયુક્ત કંપની છે. શાપૂરજી પાલોનજી ગ્રુપ એજ સાયરસ મિસ્ત્રીના પરિવારનું ગ્રુપ છે, જેની ટાટા ગ્રુપ સાથે ખેંચતાણ ચાલી રહી છે. ઓક્ટોબર 2016માં સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સે ચેરમેન પદેથી હટાવી દીધા હતા. આ પહેલા 10 ઓક્ટોબરે માહિતી આવી હતી કે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલરમાં 40 ટકા ભાગીદારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડને 3630 કરોડ રૂપિયામાં વેચવા માટે કરાર કરવામાં આવ્યો છે. આ કરાર કેટલાક તબક્કાઓમાં પ્રાથમિક રોકાણ, દ્વિતીયક ખરીદી અને ખુલી ઓફરનું તાલમેલ પૂરુ થશે. કરાર રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર, શાપૂરજી પાલોનજી એન્ડ કંપની, ખુર્શીદ દારૂવાલા અને સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલાર વચ્ચે છે.

 

કરારના પહેલા તબક્કામાં રિલાયન્સ ન્યૂ એનર્જી સોલરને 375 રૂપિયા પ્રતિ શેરના દરે 2.93 કરોડ ઇક્વિટી શેરોનું પ્રેફરન્શિયલ એલોટમેન્ટ મળશે. ત્યારબાદ બીજા તબક્કામાં રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર, શાપૂરજી પાલોનજી એન્ડ કંપનીથી 1.84 કરોડ ઇક્વિટી શેર અથવા 9.7 ટકા ભાગીદારના પ્રેફરન્શિયલ એલોટમેન્ટ પર કબજો કરશે. ત્રીજા તબક્કા હેઠળ સેબીના ટેકઓવર નિયમો અનુસાર, 4.91 કરોડ ઇક્વિટી શેરના ટેક ઓવર માટે જાહેર રજૂઆત કરવામાં આવશે, જે 25,9 ટકા ભાગીદારીની બરાબર હશે. આ કરારથી એસપી ગ્રુપને દેવું ઘટાડવામાં મદદ કરશે, જે આ સમયે ગ્રુપ સ્તરે અંદાજિત 20,000 કરોડ રૂપિયા છે.

 

(7:39 pm IST)