Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

બાબા રામદેવને દિલ્હી હાઈકોર્ટનું સમન્સ : ચાર સપ્તાહમાં નોટિસનો જવાબ આપવાનો આદેશ : રોગચાળા દરમિયાન એલોપેથી અને હોસ્પિટલોની મજાક ઉડાવી હતી

ન્યુદિલ્હી : બાબા રામદેવને દિલ્હી હાઈકોર્ટએ સમન્સ પાઠવ્યું છે. કોર્ટે નોંધ્યું હતું કે રેકોર્ડ પર મૂકવામાં આવેલી વિડિયો ક્લિપ્સ સ્વ-સ્પષ્ટીકરણકારી હતી અને સંકેત આપે છે કે રામદેવે ખરેખર COVID-19 રોગચાળા દરમિયાન એલોપેથી અને હોસ્પિટલોની મજાક ઉડાવી હતી.

દિલ્હી હાઈકોર્ટે આજ બુધવારે બાબા રામદેવને 'કોરોનિલ'ના પ્રમોશન દરમિયાન ખોટી માહિતી ફેલાવવા અને એલોપેથી વિરુદ્ધ નિવેદનો આપવા બદલ પતંજલિના સ્થાપક વિરુદ્ધ સાત ડૉક્ટરો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના અનુસંધાને સમન્સ જારી કર્યા હતા.

સાથોસાથ નામદાર કોર્ટે બાબા રામદેવ વતી હાજર થયેલા વરિષ્ઠ વકીલ રાજીવ નાયરને ચાર સપ્તાહમાં નોટિસનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:04 pm IST)