Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

આર્યનના કારણે શાહરૂખની લોકપ્રિયતામાં કોઇ ઘટાડો નહિ

શાહરૂખ ખાન દરેક ઉંમરના લોકોને આકર્ષે છે

મુંબઇ તા. ૨૭ : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં છેલ્લા ઘણા દિવસોથી જેલમાં છે. આ કારણે એવું કહેવામાં આવી રહ્યું હતું કે શાહરૂખ ખાનની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. શાહરૂખ ખાન પાસેથી ઘણી જાહેરાતો પણ છીનવાઈ હતી. તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન ભારતની સૌથી મોટી બ્રાન્ડ્સમાંની એક છે. આવી સ્થિતિમાં શાહરૂખ ખાનની લોકપ્રિયતાનો રિપોર્ટ સામે આવ્યો છે. કોર્પોરેટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક રિપોર્ટ અનુસાર તેમના પુત્ર આર્યન ખાનના કારણે તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી

ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનનુ નામ સામે આવતા શાહરૂખ ખાન સાથે સંબંધિત કેટલીક જાહેરાતો, જે બ્લોક કરવામાં આવી હતી તે હવે ફરી એકવાર ઓન એર થઈ છે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન બ્રાન્ડ્સના ચીફ ગાઈડ સંદીપ ગોયલે આ અંગે પોતાનો અભિપ્રાય વ્યકત કર્યો છે. તેણે કહ્યું કે, શાહરૂખ ભારતની સૌથી લોકપ્રિય બ્રાન્ડ્સમાંની એક છે. ક્રૂઝ ડ્રગ્સ કેસને કારણે તેમની લોકપ્રિયતામાં થોડો સમય ઘટાડો થયો હશે, પરંતુ લોકોમાં તેમની લોકપ્રિયતા જળવાઈ રહી છે.

શાહરૂખ ફરી એકવાર પહેલાની જેમ જાહેરાતોમાં દેખાવા લાગ્યો છે. એક એડવર્ટાઈઝિંગ ફર્મના વરિષ્ઠ એકિઝકયુટિવે કહ્યું કે જે બ્રાન્ડ્સ શાહરૂખ ખાન સાથે જાહેરાત કરે છે તેને ચોક્કસપણે શાહરૂખ ખાનના વ્યકિતત્વનાનો ફાયદો થાય છે. તેમજ શાહરૂખ ખાન દરેક ઉંમરના લોકોને આકર્ષે છે.એટલા માટે શાહરૂખને અલગ-અલગ બ્રાન્ડ્સ માટે પહેલી પસંદગી માનવામાં આવે છે.

શાહરૂખે અત્યાર સુધીમાં ટીવી, હ્યુન્ડાઈ, પેપ્સી, ડી'ડેકોર સહિત અનેક બ્રાન્ડની જાહેરાત કરી છે. કેડબરી ચોકલેટ્સ બનાવતી કન્ફેકશનરી કંપની મોડલ્સ ઈન્ડિયાએ શાહરૂખ ખાનની તહેવારોની જાહેરાતનું બીજું કેમ્પેઈન પણ બહાર પાડ્યું છે. આર્યન ખાનની ધરપકડ બાદ કિંગ ખાનનું આ પહેલું મોટું કેમ્પેઈન છે. થોડા દિવસો પહેલા ડ્રગ્સ કેસમાં આર્યન ખાનનું નામ સામે આવતા એજયુકેશન ટેકનોલોજી સાથે જોડાયેલી કંપની BYJU’sએ તેની એડ બંધ કરી દીધી હતી, પરંતુ હવે તેણે એડ ફરીથી ઓન એર કરી દીધી છે.

(4:02 pm IST)