Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ચીનની બોર્ડર પર તૈનાત ચીની સૈનિકોને મળ્યા ઓલ ટેરેન વ્હીકલ

નદી કિનારે રણ, બરફ, પહાડ, ગમે તે જગ્યાએ ચાલી શકે છે આ વાહન

બૈજીંગ, તા.૨૭: ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના રીપોર્ટમાં કહેવાયું છે કે ચીનનું પીએલ એ યુનીટ ઉંચાઇવાળા બરફીલા સરહદી વિસ્તારમાં તહેનાત છે. જયાં ટ્રાન્ટપોર્ટેશન બહુ મુશ્કેલ બને છે. ગ્લોબલ ટાઇમ્સ અનુસાર પીએલએના જીનજીયાંગ મીલીટરી કમાંડને એક નવા પ્રકારના ઓલ ટેરેન વ્હીકલ આપવામાં આવ્યા છે.અખબારે જણાવ્યું છે કે આ વ્હીકલ સેનાની જરૂીરયાત અનુસાર બનાવાયું છે. તે ભારે વજન ઉંચકીને પણ નદી કાંઠે, રણ, પહાડી અને બરફીલા વિસ્તારોમાં ખરાબ હવામાનમાં પણ આસાનીથી ચાલી શકે છે.

(4:02 pm IST)