Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ઉત્તર કોરિયામાં લોકો ભૂખમરાથી મરી રહ્યા છેઃ આજીવિકા ખતમ થઈ રહી છે

દેશનું સ્વાસ્થ્ય સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રકચર રોકાણની અછત અને તબીબી સામગ્રીના પુરવઠાની અછતનો સામનો કરી રહ્યો છે

યુનો, તા.૨૭: સંયુકત રાષ્ટ્ર. ઉત્ત્।ર કોરિયામાં ભૂખમરાથી લોકોની હાલત બગડી ગઈ છે. તે આખી દુનિયાથી જાણે અલગ પડી ચૂકયો છે. આ વાતો સંયુકત રાષ્ટ્રના એક સ્વતંત્ર તપાસકર્તા ટોમસ ઓજિયા કિવન્ટાના એ શુક્રવારે જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, કોવિડ-૧૯ના નિવારણ માટે લેવાયેલા પગલા અને બગડતા વૈશ્વિક સંબંધોને કારણે ઉત્ત્।ર કોરિયા આજે વૈશ્વિક સમુદાયથી જે પ્રમાણે અલગ દેખાય છે તેવો કયારેય નથી જોવા મળ્યો અને દેશની અંદરના લોકોના માનવાધિકારો પર આ સ્થિતિની ભારે અસર થઈ છે.

ડેમોક્રેટીક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા (ઉત્ત્।ર કોરિયાનું ઓફિશ્યલ નામ)એ કોરોના મહામારી સામે સુરક્ષાના ભાગરૂપે પોતાની સરહદો સીલ કરી નાખી છે.

ટોમસ ઓજિયા કિવન્ટાના એ સંયુકત રાષ્ટ્ર મહાસભાની માનવાધિકાર સમિતિને જણાવ્યું કે ઉત્ત્।ર કોરિયામાં ખાદ્યાન્ન સંકટ છે. લોકોની આજીવિકા પર અસર પડી છે અને બાળકો તેમજ વડીલો માટે ભૂખમરાનું જોખમ છે.

તેમણે જણાવ્યું કે તેઓ રાજકીય કેદીઓની શિબિરોમાં ખાદ્યાન્નની કમિને લઈને બહુ ચિંતિત છે. ડેમોક્રેટીક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા (ઝ્રભ્ય્ધ્)એ મહામારીના નિવારણ માટે સરહદો બંધ કરી નાખી જેની ઉત્તર કોરિયાના લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ છે, કેમકે દેશનું સ્વાસ્થ્ય સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રકચર રોકાણની અછત અને તબીબી સામગ્રીના પુરવઠાની અછતનો સામનો કરી રહ્યો છે.

તેમણે જણાવ્યું કે કોવિડ-૧૯ના નિવારણ માટે પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા (ઝ્રભ્ય્ધ્)એ સરકારના આ આત્મદ્યાતી પગલાને કારણે લોકો આત્મહત્યા કરી રહ્યા છે. દેશમાંથી પલાયન કરી રહ્યા છે.

ડીપીઆરકેમાં માનવાધિકારો પર સંયુકત રાષ્ટ્રના વિશેષ તપાસકર્તા તરીકે છ વર્ષ બાદ મહાસભાને પોતાની અંતિમ રિપોર્ટમાં ટોમસ ઓજિયા કિવન્ટાનાએ કહ્યું કે, શ્નઆવજાવ કરવાની સ્વતંત્રતા પર પાબંદી અને રાષ્ટ્રીય સરહદો બંધ કરવાથી બજારની ગતિવિધિમાં વિક્ષેપ આવ્યો છે. લોકોના ભોજન સહિતની પાયાની જરૂરિયાતો માટે આ ગતિવિધિ યોગ્ય રીતે ચાલુ રહે એ જરૂરી છે.લૃ કિવન્ટાનાએ ઉમેર્યું કે હાલમાં ઉત્ત્।ર કોરિયામાં સંયુકત રાષ્ટ્રનો કોઈ આંતરરાષ્ટ્રીય સ્ટાફ નથી અને રાજદ્વારીઓ સતત દેશ છોડી રહ્યા છે.

(4:00 pm IST)