Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

આવતા વર્ષે પેટ્રોલની કિંમત ૧૫૦ રૂપિયા અને ડીઝલની કિંમત ૧૪૦ રૂપિયા પ્રતિ લીટર આસપાસ પહોંચી શકે છે

બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાકસનો ચોંકાવનારો અહેવાલ

મુંબઈ, તા.૨૭: દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત નવી ઊંચાઈએ પહોંચી છે. ઓઇલ કંપનીઓએ બે દિવસના વિરામ બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો કર્યો છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત માં લીટરે ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૭.૯૪ રૂપિયા પ્રતિ લીટર થઈ છે, જયારે ડીઝલની કિંમત ૯૬.૬૭ રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે. બીજી બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાકસ તરફથી એક અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ ચોંકાવનારો છે. આ અહેવાલ સાચો ઠરે તો આવતા વર્ષે ભારતમાં પેટ્રોલની કિંમત ૧૫૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૧૪૦ રૂપિયા પ્રતિ લીટર આસપાસ પહોંચી શકે છે.

આ સાથે જ મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમત ૧૧૩.૮૦ રૂપિયા અને ડીઝલની કિંમત ૧૦૪.૭૫ રૂપિયા પ્રતિ લીટર થઈ છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત ૧૦૪.૮૩ રૂપિયા પ્રતિ લીટર થઈ છે. દેશના ચાર મેટ્રો શહેરમાં પેટ્રોલ અને ડીઝલની સૌથી વધારે કિંમત મુંબઈમાં છે. ઉલ્લેખનીય છે કે સ્ખ્વ્દ્ગક્ન દર અલગ અલગ હોવાથી દરેક રાજયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર હોય છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અલગ અલગ હોવાથી એક જ રાજયના અલગ અલગ શહેરમાં ભાવમાં તફાવત હોય છે.

ટાઇમ્સ અફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે ગ્લોબલ ફાઇનાન્સિયલ બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાકસ તરફથી તાજેતરમાં એક સંશોધન અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કંપનીએ અંદાજ લગાવ્યો છે કે ક્રૂડ ઓઇલના ભાવ આગામી વર્ષે પ્રતિ બેરલ ૧૧૦ બેરલની સપાટીએ પહોંચી શકે છે. આ કિંમત હાલના ૮૫ ડોલર પ્રતિ બેરલની કિંમતથી ૩૦% વધારે છે. ગોલ્ડમેન્ટ સાકસના ઓઇલ એનાલિસ્ટોનું માનવું છે કે ક્રૂડ ઓઇલની માંગ અને પુરવઠા વચ્ચે જે અસમાનતા છે તેનાથી ક્રૂડ ઓઇલનો ભાવ આસમાને પહોંચી શકે છે. ક્રૂડ ઓઇલની હાલની માંગ લગભગ કોવિડ પહેલાથી સ્થિતિએ પહોંચી ગઈ છે. આ કિંમતમાં આવતા વર્ષે ઉછાળાની સંભાવના રહેલી છે.

પેટ્રોલ પેદાશો પર જો ૩૦ ટકાનો વધારો થાય તો ભારતમાં આ હિસાબે પેટ્રોલની કિંમત ૧૫૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૧૪૦ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી શકે છે. આજે (૨૭ ઓકટોબર) દેશના આર્થિક પાટનગર મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૧૩.૮૦ રૂપિયા અને ડીઝલની કિંમત ૧૦૪.૭૫ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે.

ગોલ્ડમેન સાકસનું કહેવું છે કે વિશ્વમાં હાલ દૈનિક ક્રૂડ ઓઇલની માંગ ૯૯ મિલિયન બેરલ છે, જે બહુ ઝડપથી તે પ્રતિદિન ૧૦૦ મિલિયન બેરલ થઈ શકે છે. એટલે કે દૈનિક ક્રૂડ ઓઇલની માંગ કોવિડ પહેલાની સ્થિતિ પ્રમાણે થઈ જશે.

એકબાજુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે તો બીજી તરફ સીએનજીની કિંમતમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સીએનજી કંપનીઓ પણ સતત ભાવ વધારો કરી રહી હોવાથી રિક્ષા ચાલકોથી લઈને સીએનજી ફ્યૂઅલ વ્હીકલ ધરાવતા લોકો પરેશાન છે.

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. ણ્ભ્ઘ્ન્, ગ્ભ્ઘ્ન્ અને ત્બ્ઘ્ સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એકસાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

(3:57 pm IST)