Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

કોરોના પણ ઇન્ફલુએંઝાની જેમ સીઝનલ સંક્રમણ

બાર્સલોનાના ઇન્સ્ટીટ્યુટની સ્ટડીમાં થયો ખુલાસો : ભેજ અને ઓછા તાપમાનમાં વધુ ફેલાય : વાતાવરણ પણ સંક્રમણની વૃધ્ધિમાં ભાગ ભજવે છે

બાર્સીલોના,તા. ૨૭ : કોરોના વાયરસનું સંક્રમણ ઓછા તાપમાન અને આર્દ્રતાવાળા વાતાવરણમાં વધુ ફેલાય છે. આ વાયરસ પણ સીઝનલ ઇન્ફલુએંઝાની જેમ છે. આ ખુલાસો બાર્સીલોના ઇન્સ્ટીટ્યુટ ફોર ગ્લોબલ હેલ્થની સ્ટડીમાં થયો છે.

અધ્યયનમાં જણાવ્યા મુજબ આર્દ્રતા અને ઓછા તાપમાનમાં વાયરસના પ્રસારની ક્ષમતા વધુ હોય છે. હવામાં અન્ય સંક્રમણ પણ લગભગ બે ગણા હોવાની આંશંકા રહે છે. જ્યારે વધુ તાપમાનમાં સંક્રમણ ખૂબ જ ઓછુ રહે છે. જેના માટે ભીડભાડ વાળી જગ્યા અને જ્યાં મોટી સંખ્યામાં લોકોનો આવરો-જાવરો છે, ત્યાં જવાથી બચવું જોઇએ.

સંશોધનકારોએ જાણ્યંુ કે વાયરસના શરૂઆતના સંક્રમણ તે જગ્યાઓ પર હતા જવા આર્દ્રતા ઓછી અને તાપમાન ૫ થી૧૧ ડિગ્રી સેલ્સીયસ વચ્ચે હતું. છેલ્લા બે વર્ષોમાં મોટાભાગના દેશોમાં આ સ્થિતીમાં વાયરસનું સંક્રમણ વધુ હતું. શોધકર્તાઓએ સાંખ્યીકીય પધ્ધતિથી વિશ્લેષણમાં જાણ્યુ કે હવામાનનો વાયરસના સંક્રમણના દરમાં વૃધ્ધી સાથે સંબંધ છે.

ભારતમાં કોરોનાનો કહેર

 

    પહેલી લહેર

 બીજી લહેર

* ૧૧ સપ્ટેમ્બર-૨૦૨૦ થી

*૫ મે-૨૦૨૧થી બીજી

 પહેલી લહેરનું પીક

 લહેરનું પીક

* ૯૭,૬૫૪ નવા કેસ 

* ૪,૧૨,૬૧૮ નવા કેસ

એક જ દિવસમાં નોંધાયેલ

એક જ દિવસમાં નોંધાયેલ

(3:01 pm IST)