Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

કેન્દ્રની ચિંતા વધીઃ૧૧ કરોડ લોકોએ નથી લીધો બીજો ડોઝ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ બેઠક બોલાવી તમામ રાજ્યોના મિશન મોડમાં રસીકરણ માટે પ્રેરિત કરવાનો હેતુ

નવી દિલ્હી, તા.૨૭: ૧૦૦ કરોડ રસીકરણ થયા બાદ પહેલી વાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં તમામ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક બોલાવી છે. આ બેઠક એ લોકો માટે કેન્દ્રીત રહેશે જેમને બીજો ડોઝ હજું સુધી નથી લાગ્યો અને જે લોકોએ હજું સુધી પહેલો ડોઝ નથી લીધો. સૂત્રોના જણાવ્યાનુંસાર બેઠક એટલા માટે બોલાવવામાં આવી છે કેમ કે સરકાર કોરોના રસીકરણ અંતર્ગત લોકો દ્વારા બીજો ડોઝ ન લેવાવાથી ચિંતિત છે. સૂત્રોએ કહ્યું કે દેશમાં લગભગ ૧૧ કરોડ લોકો બીજા ડોઝના પાત્ર છે. રસીકરણ સેન્ટર્સ પર રસી થયા બાદ પણ હજું પણ તેમણે રસી નથી લગાવી.

સૂત્રોએ કહ્યું કે બેઠકનો હેતુ તમામ રાજ્યોના મિશન મોડમાં રસીકરણ માટે પ્રેરિત કરવાનો છે. બેઠકમાં રાજ્યોને વિભિન્ન રસીકરણ અભિયાનોને પ્રોત્સાહિત કરવા કહેવામાં આવશે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના કુલ ૧૦૦ કરોડથી વધારે ડોઝ થયા છે. હવે સરકારની પ્રાથમિકતા છે કે બચેલા લોકોનું રસીકરણ કરવામાં આવે.

દેશમાં લગભગ ૭૫ ટકા લોકોને પહેલો ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે ૩૧ ટકા લોકોને બીજો ડોઝ મળી ચૂક્યો છે. ભારતમાં જલ્દી બાળકો માટે રસીકરણ અભિયાન શરુ કરવાની તૈયારી છે. માંડવિયાએ મંગળવારે કહ્યું કે બાળકોની રસી  ZyCoV-Dની કિમત પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે કોવિન પર ઉપલબ્ધ ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં ૧ અરબ ૩ કરોડ ૫૭ લાખ ૩ હજાર ૯૮૪ ડોઝ અપાઈ ચૂકી છે. જેમાંથી ૭૨ કરોડ ૩૧ લાખ ૫૧ હજાર ૬૧૨ લોકોને કોરોનાનો પહેલો ડોઝ મળ્યો છે. તો ૩૧ કરોડ ૨૫ લાખ ૫૨ હજાર ૩૭૨ લોકોને અત્યાર સુધી બીજો ડોઝ મળ્યો છે. આમાંથી  કોવિશીલ્ડ લગાવનારની સંખ્યા ૯૧ કરોડ ૨૭ લાખ ૯૯ હજાર ૩૦૦ છે તો કોવૈકસીન લગાવનારાની સંખ્યા ૧૧ કરોડ ૭૬ લાખ ૫૮ હજાર ૧૭૫ છે.

(3:00 pm IST)