Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

અમેરિકામાં દીપાવલીની ઉજવણી : ભારતીય અમેરિકી સાંસદો-સરકારના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા

કેપીટલ હીલ ખાતે ઇન્ડીયા સ્પોરા અને અન્ય સંગઠનો દ્વારા આયોજન

વોશીંગ્ટન,તા. ૨૭ : ભારતીય અમેરિકી સાંસદોના નેતૃત્વમાં બાઇડન તંત્રમાં સેવારત ઉચ્ચ અધિકારીઓ અને દેશભરના સમુદાયના સભ્યોના સમુહને અમેરિકી કોંગ્રેસમાં પ્રકાર પર્વ દિવાળી મનાવી હતી. અમેરિકી સામાજીક-રાજનીતિક સ્પેકટ્રમના આ નાના પણ પ્રભાવી સમુદાયની સાંસોલએ અમેરિકાના વિકાસમાં યોગદાનની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમમાં અમેરિકી સર્જન જનરલ ડો.વિવેક મૂર્તિએ જણાવેલ કે અમે ગત વબે વર્ષોથી આપણે મહામારી વચ્ચે છીએ જેણે આપણુ જીવન પલટાવી નાખ્યું છે. આપણે બધાએ પરિવારમાંથી કે મિત્રોમાંથી કોઇને કોઇ ગુમાવ્યું છે. આ ઉપરાંત એક અદ્રશ્ય મહામારી પણ આપણી વચ્ચે છે. જે ધ્રુવીકરણ છે. એવું લાગે છે. લોકો એક-બીજાની વિરૂધ્ધ થઇ ગયા છે. જવાં એક-બીજાને મીટાવવા માંગે છે. એક-બીજાનું ખરાબ બોલે છે. અને ખોટો વ્યવહાર કરે છે. આ એક પ્રકારનો અંધકાર છે.

કેપીટલ હીલમાં આયોજીત દિવાળી સમારોહનું આયોજન ઇન્ડીયા સ્પોરા દ્વારા અનેક સંગઠનોના સહયોગથી કરાયેલ. પોતાની માતાની શીખને યાદ કરતા ડો.મૂર્તિએ જણાવેલ કે દીવાળી અસત્ય ઉપર સત્યની અને અંધકાર ઉપર પ્રકાશના વિજયના રૂપમાં ઉજવાય છે. આ કાર્યક્રમમાં ભારતીય અમેરિકી કોંગ્રેસી ડો.અમીબેરા, રામકૃષ્ણમૂર્તિ, રો ખન્ના અને પ્રમિલા જયપાલે પણ સંબોધન કરી શુભેચ્છા પાઠવેલ.

(2:59 pm IST)