Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સભામાં બૉમ્બ ધડાકા કરવાના 9 આરોપી દોષિત પુરવાર : આઠ વર્ષ પહેલા આજના દિવસે પટણામાં યોજાયેલી સભામાં સીરીઅલ બ્લાસ્ટ કર્યા હતા : છ લોકોએ જીવ ગુમાવ્યા હતા તથા 89 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા : દસ આરોપીઓ પૈકી એક મુક્ત : બાકીના 9 ને 1 નવેમ્બરના રોજ સજા ફરમાવાશે

પટણા : આઠ વર્ષ પહેલા આજના દિવસે પટણાના ગાંધી મેદાનમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સભામાં બૉમ્બ ધડાકા વિસ્ફોટ કરવાના 9 આરોપીને એનઆઈએ કોર્ટે  દોષિત પુરવાર કર્યા છે.દસ આરોપીઓ પૈકી એક મુક્ત કરાયો છે. જયારે બાકીના 9 ને 1 નવેમ્બરના રોજ સજા ફરમાવાશે . આ ઘટનામાં  છ લોકોએ જીવ ગુમાવ્યા હતા તથા  89 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આજરોજ બુધવારે આવેલા ચુકાદાથી મૃતકોના પરિવારજનોએ થોડી રાહત અનુભવી છે. ચુકાદા માટેની સુનાવણી શરૂ થાય તે પહેલા તમામ આરોપીઓને બુધવારે સવારે બેઉર જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આ પછી કોર્ટમાં સજાના મુદ્દાઓ પર સુનાવણી શરૂ થઈ.હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(2:03 pm IST)