Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

પેગાસસ જાસૂસી કાંડ : સુપ્રીમ કોર્ટે પૂર્વ ન્યાયાધીશ આર.વી. રવિન્દ્રનના અધ્યક્ષ પદ હેઠળ ત્રણ નિષ્ણાત સભ્યોની કમિટીને તપાસ કરવાનો આદેશ આપ્યો : દર વખતે રાષ્ટ્રની સુરક્ષાનું બહાનું આપી છટકી જવા બદલ કેન્દ્ર સરકારને ખંડપીઠની ફટકાર : રાજકીય આગેવાનો , પત્રકારો ,સામાજિક કાર્યકરો ,સહિતના અગ્રણીઓના ફોન ટેપ કરાયા હતા : કોર્ટ મૂક પ્રેક્ષક બની શકે નહીં : લોકોની પ્રાઇવસી તથા મીડિયાના વાણી સ્વાતંત્ર્યનું રક્ષણ પણ જરૂરી

ન્યુદિલ્હી : બહુ ચર્ચિત પેગાસસ જાસૂસી કાંડ મામલે આજરોજ સુપ્રીમ કોર્ટે ત્રણ નિષ્ણાત સભ્યોની કમિટીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. નામદાર કોર્ટે  દર વખતે રાષ્ટ્રની સુરક્ષાનું બહાનું આપી છટકી જવા બદલ કેન્દ્ર સરકારને ફટકાર આપ્યો હતો. પેગાસસ જાસૂસી અંતર્ગત રાજકીય આગેવાનો , પત્રકારો ,સામાજિક કાર્યકરો ,સહિતના અગ્રણીઓના ફોન ટેપ કરાયા હતા .જેના અનુસંધાને કોર્ટે કહ્યું હતું કે લોકોની પ્રાઇવસી તથા મીડિયાના વાણી સ્વાતંત્ર્યનું રક્ષણ પણ જરૂરી છે. આ સંજોગોમાં કોર્ટ મૂક પ્રેક્ષક બની શકે નહીં

સુપ્રીમ કોર્ટની નિગેહબાની હેઠળની નિષ્ણાત સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ, જસ્ટિસ આર.વી. રવિન્દ્રન કરશે . અને આલોક જોષી (ભૂતપૂર્વ IPS અધિકારી) અને ડૉ. સંદીપ ઓબેરોય, અધ્યક્ષ, ઉપ સમિતિ (ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સ્ટાન્ડર્ડાઈઝેશન/ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રો-ટેકનિકલ કમિશન/) દ્વારા મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે અગાઉ આ મામલામાં સત્તાવાર સોગંદનામું દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત છે.તેવું કારણ આપ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:32 pm IST)