Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બર્યાઃ મુંબઈમાં રેટ ૧૧૩ને પાર

આજે પેટ્રોલ-ડીઝલમાં ૩૫ પૈસાનો વધારો થયો છે

નવી દિલ્હી, તા.૨૭: સતત બે દિવસ સ્થિર રહ્યા બાદ આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, જે બાદ પેટ્રોલની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આજે પેટ્રોલ-ડીઝલમાં ૩૫ પૈસાનો વધારો થયો છે. જણાવી દઈએ કે રવિવારે પણ પેટ્રોલના ભાવમાં ૩૫-૩૫ પૈસા અને ડીઝલમાં ૩૪-૩૮ પૈસાનો વધારો થયો હતો. અત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ આકાશ આંબી રહ્યા છે જેના કારણે સામાન્ય માનવી ઘણો પરેશાન છે. જણાવી દઈએ કે ઓઈલની કિંમતો દરરોજ સવારે ૬ વાગ્યે જાહેર કરાય છે.

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ ૧૦૪.૪૨ રૂપિયા પ્રતિ લિટર, દિલ્લીઃ ૧૦૭.૯૪ રૂપિયા પ્રતિ લિટર, મુંબઈઃ ૧૧૩.૮૦ રૂપિયા પ્રતિ લિટર, કોલકાતાઃ ૧૦૮.૪૫ રૂપિયા પ્રતિ લિટર, ચેન્નઈઃ ૧૦૪.૮૩ રૂપિયા પ્રતિ લિટર, બેંગ્લોરઃ ૧૧૧.૭૦ રૂપિયા પ્રતિ લિટર, લખનઉઃ ૧૦૪.૬૨ રૂપિયા પ્રતિ લિટર, ચંદીગઢઃ ૧૦૩.૮૮ રૂપિયા પ્રતિ લિટર, નોઈડાઃ ૧૦૫.૧૦ રૂપિયા પ્રતિ લીટર, પટનાઃ ૧૧.૬૪ રૂપિયા પ્રતિ લીટર, જયપુરઃ ૧૧૫.૨૧ રૂપિયા પ્રતિ લીટર, શ્રીગંગાનગરઃ ૧૨૦.૧૫ રૂપિયા પ્રતિ લીટર,

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ ૧૦૩.૯૯ રૂપિયા પ્રતિ લિટર, દિલ્લીઃ ૯૬.૬૭ રૂપિયા પ્રતિ લિટર, મુંબઈઃ ૧૦૪.૭૫ રૂપિયા પ્રતિ લિટર, ચેન્નઈઃ ૧૦૦.૯૨ રૂપિયા પ્રતિ લિટર, કોલકત્તાઃ ૯૯.૭૮ રૂપિયા પ્રતિ લિટર, બેંગલુરુઃ ૧૦૨.૬૦ રૂપિયા પ્રતિ લિટર, લખનઉઃ ૯૬.૫૯૦ રૂપિયા પ્રતિ લિટર, ચંદીગઢ ૅં ૯૬.૩૮ રૂપિયા પ્રતિ લિટર, નોઈડાઃ ૯૭.૩૨ રૂપિયા પ્રતિ લીટર, પટનાઃ ૧૦૩.૨૮ રૂપિયા પ્રતિ લીટર, જયપુરઃ ૧૦૬.૪૭ રૂપિયા પ્રતિ લીટર, શ્રીગંગાનગરઃ ૧૧૧.૦૧ રૂપિયા પ્રતિ લીટર,

બે દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. દેશમાં પેટ્રોલ હવે ૧૨૦ રૂપિયાને પાર કરી ગયું છે, જયારે ડીઝલ ૧૧૧ રૂપિયાથી ઉપર વેચાઈ રહ્યું છે. આજે એટલે કે બુધવારે પેટ્રોલિયમ કંપનીઓએ દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ૩૫-૩૫ પૈસાનો વધારો કર્યો છે. જેના કારણે રાજસ્થાનનાં શ્રી ગંગાનગરમાં પેટ્રોલ ૧૨૦.૧૫ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૧૧૧.૦૧ રૂપિયાનાં ભાવે વેચાઈ રહ્યું છે. દિલ્હીમાં પેટ્રોલ ૧૦૭.૯૪ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૯૬.૬૭ રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.

આપને જણાવી દઇએ કે, સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાએ હવે સામાન્ય નાગરિકની કમર તોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનાં કારણે તમામ ચીજ-વસ્તુઓનાં ભાવ આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે સામાન્ય નાગરિક માટે ઘરનું બજેટ કેવી રીતે સંતુલન રાખવુ તે મોટો સવાલ બની ગયો છે. બે દિવસનાં વિરામ બાદ ફરી એકવાર આજે એટલે કે, બુધવાર, ૨૭ ઓકટોબર ૨૦૨૧નાં રોજ તેલનાં ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓ ત્બ્ઘ્, ણ્ભ્ઘ્ન્ અને ગ્ભ્ઘ્ન્એ બુધવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કર્યો છે. ઓઈલ કંપનીઓએ પેટ્રોલમાં ૩૫ પૈસા અને ડીઝલનાં ભાવમાં ૩૫ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત વધીને ૧૦૭.૯૪ રૂપિયા થઈ ગઈ છે. વળી, ડીઝલનો દર હવે વધીને ૯૬.૬૭ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.

(10:38 am IST)