Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

બાળક બાઇક પર સાથે હોય તો સ્પીડ ૪૦ થી વધવી ન જોઇએ : સરકારે નિયમોમાં કર્યો ફેરફાર

બે પૈડાના વાહનોની ડિઝાઇન અને પાછળ બેસવાના નિયમોમાં ફેરફાર જાહેર

નવી દિલ્હ,તા.૨૭: જો તમે બાળકોને આગળ કે પાછળ બેસીને મોટરસાઇકલ ચલાવો છો તો આ સમાચાર તમારા માટે છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ બાળકોની સુરક્ષા માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. કેન્દ્રની મોદી સરકારે બાળકોને બાઇક પર બેસાડવાના નિયમોને પહેલાથી વધારે સુરક્ષિત બનાવ્યા છે. આ પહેલા કેન્દ્ર સરકારે વધી રહેલી સડક દુર્દ્યટના પર રોક લગાવવા માટે બે પૈડાના વાહનોની ડિઝાઈન અને પાછળ બેસવાના નિયમમાં ફેરફાર કર્યો છે.

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મતે બાઇક ચલાવનાર બાળકોને સાથે લઇને રાઇડ પર જનાર લોકો માટે કેટલાક નવા નિયમોનું પાલન કરવું પડશે. આ પહેલા મંત્રાલયે બાઇકની પાછળની સીટની બંને તરફ હેન્ડ હોલ્ડને અનિવાર્ય કર્યું હતું. હેન્ડ હોલ્ડ પાછળ બેસનારની સુરક્ષા માટે છે. બાઇક ચાલક અનાચક બ્રેક મારે ત્યારે હેન્ડ હોલ્ડ સવારી માટે દ્યણું મદદગાર સાબિત થાય છે.

નવા પ્રસ્તાવ પ્રમાણે ૪ વર્ષ સુધીના બાળકને મોટરસાઇકલની પાછળ બેસાડીને લઈ જતા સમયે બાઇક, સ્કૂટર, સ્કૂટી જેવા બે પૈડાના વાહનની સ્પીડ લિમિટ ૪૦ કિમી પ્રતિ કલાકથી વધારે ના હોવી જોઈએ.

બે પૈડાના વાહન ચાલક પાછળ બેસનાર ૯ મહિનાથી ૪ વર્ષના બાળક માટે ક્રેશ હેલ્મેટ પહેરાવવામાં આવશે.

મોટરસાઇકલ ચાલક એ સુનિશ્ચિત કરશે કે ૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોતાની સાથે બાઇક કે સ્કૂટર પર બાંધી રાખવા માટે સેફ્ટી હાર્નેસનો ઉપયોગ કરશે.

સેફ્ટી હાર્નેસ બાળકોને પહેરાવવામાં આવતી જેકેટ હોય છે. જેની સાઇઝને એડજસ્ટ કરી શકાય છે. આ બાળકને રાઇડર સાથે બાંધીને રાખે છે. સુરક્ષા જેકેટ સાથે જોડાયેલ દોરી વાહન ચાલકના ખભા સાથે જોડી રાખવાનું કામ કરે છે. મંત્રાલયે આ પ્રસ્તાવ પર આપત્ત્િ। અને સલાહ પણ માંગી છે. તમને જણાવી દઈએ કે કારમાં બાળકોની સુરક્ષા માટે ચાઇલ્ડ લોક સહિત ઘણા ફિચર્સ આપવામાં આવે છે. આ ફિચર્સ દ્વારા બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે છે.

(10:14 am IST)