Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

પાંચ રાજ્યોની ચૂંટણીઓ પૂર્વે ખૂબ જ મહત્વનું બની રહેનાર સંસદનું શિયાળુ સત્ર ૨૯ નવેમ્બરથી શરૂ થવાની સંભાવના

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદનું શિયાળુ સત્ર નવેમ્બરના ચોથા સપ્તાહમાં શરૂ થવાની શક્યતા છે, જે એક મહિનો ચાલશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્રમાં લગભગ ૨૦ સીટીંગ  થવાની સંભાવના છે, અને આગામી ક્રિસમસ પહેલા સમાપ્ત થશે.
 રોગચાળાને પગલે, ગયા વર્ષે સંસદનું શિયાળુ સત્ર યોજાયું ન હતું અને ત્યારપછીના તમામ સત્રો - બજેટને ચોમાસુ તથા  કોવિડને કારણે ઘટાડવામાં આવ્યા હતા.
 જોકે સત્તાવાર નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું કે સત્ર ૨૯ નવેમ્બરથી શરૂ થઈ શકે છે અને ૨૩ ડિસેમ્બરની આસપાસ સમાપ્ત થશે.
જો કે લોકસભા અને રાજ્યસભા બંને એક સાથે બેસશે, પરંતુ સભ્યો સોશ્યલ  ડિસ્ટનસના ધોરણોનું પાલન કરશે.
પ્રથમ કેટલાક સત્રોમાં, સંસદ સંકુલની અંદર ઘણા લોકો હાજર ન હોય તેની ખાતરી કરવા માટે બંને ગૃહો અલગ-અલગ સમયે મળતા રહેશે.
પ્રથમ કેટલાક સત્રોમાં, સંસદ સંકુલની અંદર ઘણા લોકો હાજર ન હોય તેની ખાતરી કરવા માટે બંને ગૃહો અલગ-અલગ સમયે મળતા હતા.
શિયાળુ સત્રમાં, સંકુલ અને સંસદની મુખ્ય ઇમારતમાં પ્રવેશ કરનારાઓએ દરેક સમયે માસ્ક પહેરવા પડશે અને કોવિડ ટેસ્ટ કરાવવો પડશે.
આ શિયાળુ સત્ર ખૂબ જ  મહત્વ ધરાવે છે કારણ કે તે રાજકીય રીતે નિર્ણાયક બનનાર ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા જ યોજાશે. આ આવી રહેલ ચૂંટણીઓને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટેના સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહેલ છે.

(12:41 am IST)