Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

વોટરફલોમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા માતા અને તેનો 5 વર્ષનો પુત્ર ફસાયા :જીવન જોખમે બે બહાદુર લોકોએ બચાવ્યા

તમિલનાડુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ: કલવરાયણ પહાડો પાસે ભારે વરસાદ થતા અનાઈવરી વોટરફોલનું જળસ્તર વધી ગયું

નવી દિલ્હી :તમિલનાડુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મા તેના માસૂમ બાળક સાથે વોટરફોલમાં ફસાયેઈ હતી. વીડિયોમાં એક બાજુ પાણીનો જોરદાર પ્રવાહ અને બીજી બાજુ લપસણા ખડકો જોવા મળી રહ્યા છે. તેમાં એક મહિલા તેના પાંચ વર્ષના બાળક સાથે ફસાઈ ગઈ હતી.

મા અને દિકરાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ જોવા મળી રહ્યો છે. આ વીડિયો આવી સ્થિતિમાં મા અને દીકરાનું બચવું મુશ્કેલ લાગી રહ્યું હતું. ત્યારે જ બે લોકો બહાદુરી બતાવે છે અને મા-દીકરાને બચાવવાના પ્રયત્નમાં લાગી જાય છે. તે લોકો લપસણા ખડકો પર ચઢે છે અને મા-દીકરાને બચાવી લે છે, પરંતુ પરત ફરવા દરમિયાન બંને લપસીને પાણીમાં પડી જાય છે. જોકે, થોડી જ ક્ષણોમાં તેઓ તરીને ફરી કિનારા પર પહોંચી જાય છે. આ પ્રમાણે એક મોટી દૂર્ઘટના ટળી છે.

કલવરાયણ પહાડો પાસે ભારે વરસાદ થયો. તે કારણથી અનાઈવરી વોટરફોલનું જળસ્તર વધી ગયું. આ બધું એટલું ઝડપથી થયું કે લોકો બચવા ભાગી પણ ન શક્યા અને તેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

અનાઈવરી વોટરફોલ સલેમ જિલ્લાનું પ્રમુખ પર્યટક સ્થળ છે. અહીં વિકેન્ડ પર મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે. ગયા રવિવારે પણ લોકો વોટરફોલ જોવા આવ્યા હતાં. લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે મોજ-મસ્તી કરી રહ્યા હતાં. તે દરમિયાન આ ઘટના બની. જોકે, આ ઘટના પછી વોટરફોલને થોડા દિવસો માટે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.

(10:02 pm IST)