Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

સરકારી નોકરીમાં SC / ST કર્મચારીઓને પ્રમોશનમાં અનામત મામલે સુપ્રીમ કોર્ટમાં દલીલો : આઝાદીના 75 વર્ષ પછી પણ અનુસૂચિત જાતિ તથા જનજાતિના લોકોને યોગ્ય સ્તર ઉપર લાવી શકાયા નથી : કેન્દ્ર સરકારની દલીલો : નામદાર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

ન્યુદિલ્હી : સરકારી નોકરીમાં SC / ST કર્મચારીઓને પ્રમોશનમાં અનામત મામલે આજરોજ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં દલીલો થઇ હતી. જે અંતર્ગત કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ પછી પણ અનુસૂચિત જાતિ તથા જનજાતિના લોકોને યોગ્ય સ્તર ઉપર લાવી શકાયા નથી .

જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈની ત્રણ સભ્યોની બેંચે એટર્ની જનરલ કેકે વેણુગોપાલ, એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) બલબીર સિંહ અને અન્ય વરિષ્ઠ વકીલો સહિત પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે આ અંગે નિર્ણય પછીથી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આ અગાઉ બેન્ચને કહ્યું હતું કે એ હકીકત છે કે આઝાદીના લગભગ 75 વર્ષ પછી પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને આગળના વર્ગની જેમ યોગ્યતાના સ્તર પર લાવવામાં આવ્યા નથી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:31 pm IST)