Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

દિલ્હીની એઆઈએ કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના ચાર આતંકીઓને ૧૨ વર્ષની સખત કેદની સજા ફટકારી

નવીદિલ્હી: એનઆઈએ કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના ચાર આતંકીઓને દેશભરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા બદલ ૧૨ વર્ષની સખત કેદ અને કુલ ૫૦ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે.  આ હિઝબુલ સભ્યો વિરુદ્ધ ૨૫ નવેમ્બર ૨૦૧૧ના રોજ દિલ્હીમાં કેસ નોંધવામાં આવ્યો હતો.  આ તમામ પર આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે ભંડોળ એકત્ર કરવાનો આરોપ હતો.
હિઝબુલ દ્વારા સમર્થિત બિન-સરકારી સંસ્થા જમ્મુ અને કાશ્મીર અફેક્ટિવ્સ રિલીફ ટ્રસ્ટ (JKART) દ્વારા ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું.  તે આ ફંડ સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓના પરિવારોને ટ્રાન્સફર કરતું હતું જેથી કરીને દેશ વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન મળી શકે.

 

(5:21 pm IST)