Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

કેવી રીતે મળશે ન્યાય?

કોર્ટોમાં૪.૫ કરોડ કેસ પેન્ડિંગઃ જજોની હજારો જગ્યાઓ ખાલી

નવી દિલ્હી, તા.૨૬: જજોની નિયુકિતને લઈને હાલમાં સુપ્રીમ કોર્ટ અને સરકાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. બીજી તરફ જજોની દ્યણી પોસ્ટો ખાલી હોવાથી દેશમાં પેન્ડિંગ કેસની સંખ્યા વધી રહી છે.

એક અંદાજ પ્રમાણે દેશમાં હાલમાં સાડા ચાર કરોડ કેસ પેન્ડિંગ છે અને તેની સુનાવણી માટે જજોની સંખ્યા વધારવી જરૂરી છે. પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચના કહેવા પ્રમાણે દેશની કોર્ટોમાં જે મામલા પેન્ડિંગ છે તેમાં નીચલી કોર્ટોમાં ૮૭ ટકા અને ઉપલી કોર્ટોમાં ૧૨ ટકા કેસ છે. સુપ્રીમ કોર્ટની વાત કરવામાં આવે તો અહીંયા ૭૦૦૦૦ કેસ હજી પેન્ડિંગ છે.

આ સંશોધન પ્રમાણે દેશમાં ૨૦૧૦દ્મક ૨૦૨૦ વચ્ચે પેન્ડિંગ કેસમાં વાર્ષિક ૨.૮ ટકાના દરે વધારો થયો છે. જો નવો કોઈ કેસ દાખલ ના થાય તેવુ માની લેવામાં આવે તો પણ સુપ્રીમ કોર્ટેના હાલના પેન્ડિંગ કેસ પતાવતા ૧.૩ વર્ષનો સમય લાગે તેમ છે. જયારે બીજી કોર્ટોને ૩-૩ વર્ષનો સમય લાગે તેમ છે.

જોકે પેન્ડિંગ કેસમાં વધારાનુ એક કારણ એ પણ છે કે, કોરોનાના કારણે લાંબા સમય સુધી કોર્ટો બંધ રહી છે.

૨૦૧૦ થી ૨૦૨૦ના સમયગાળા વચ્ચે માત્ર ચાર રાજયોની કોર્ટ એવી રહી છે જેમાં પેન્ડિંગ કેસની સંખ્યામાં દ્યટાડો થયો છે. જેમાં અલ્હાબાદ, કોલકાતા, ઓરિસ્સા અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે.

બીજી તરફ યુપી, મહારાષ્ટ્ર અ્ને બિહારની કોર્ટમાં પેન્ડિંગ કેસની સંખ્યામાં વધારો થયો છે. દેશની હાઈકોર્ટમાં પાંચ વર્ષ કે તેથી વધારે વર્ષથી પેન્ડિંગ હોય તેવા કેસની સંખ્યા ૪૧ ટકા જેટલી છે. જયારે નીચલી કોર્ટ અને ઉપરની કોર્ટેમાં ૪૫ લાખ કેસ એવા છે જે ૧૦ વર્ષ કે તેના કરતા વધારે સમયથી ચાલી રહી છે.

હાઈકોર્ટોમાં જજોની કુલ સંખ્યાના ૪૨ ટકા પદ ખાલી છે. સુપ્રીમ કોર્ટમાં દર ૩૪ જજે એક પદ ખાલી છે. નીચલી કોર્ટોમાં જજોની ૫૧૪૬ જગ્યાઓ એટલે કે ૨૧ ટકા જગ્યાઓ ખાલી છે.

(4:08 pm IST)