Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

બે દાયકાના પ્રદર્શન બાદ પિકાસોની ૧૧ કૃતિઓ રૂ. ૮.૧૮ અબજમાં વેચાઈ

ક્રેઝ ચાલુઃ ચિત્રકારના ૧૪૦મા જન્મદિવસ પર લાસ વેગાસમાં હરાજી

 નવી દિલ્હીઃ મહાન ચિત્રકાર પાબ્લો પિકાસોના ૧૪૦માં જન્મદિવસ પર લાસ વેગાસમાં યોજાયેલી હરાજીમાં, તેમની ૧૧ કૃતિઓ સંયુકત રીતે ઼૧૦૯ મિલિયન (આશરે રૂ. ૮.૧૮ અબજ)માં વેચાણી હતી.

 બે દાયકા કરતાં વધુ સમયથી બેલાજિયો ગેલેરી ઑફ ફાઇન આર્ટમાં નવ પેઇન્ટિંગ્સ અને બે સિરામિક કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એમજીએમ રિસોર્ટ્સે આને વેચવાનું નક્કી કર્યું. હરાજી કંપની સોથેબીએ તેના ન્યુયોર્ક સેલ્સ રૂમની બહાર ઉત્તર અમેરિકામાં પ્રથમ હરાજી યોજી હતી.

 કોઈ ઓછી પ્રશંસા નથી

 ચિત્રની દુનિયામાં પિકાસોનું નામ આદરથી લેવામાં આવે છે. તેમની પેઇન્ટિંગ્સ કરોડોમાં વેચાય છે. આ વર્ષે મે મહિનામાં તેમની એક પેઇન્ટિંગ ૭૦૦ કરોડથી વધુમાં વેચાઈ હતી. આ બોલી માત્ર ૨૦ મિનિટમાં થઈ હતી.

 મહાન સર્જન સમય

 પિકાસોનો જન્મ ૧૮૮૧માં થયો હતો. તેઓ ૧૯૭૩ સુધી જીવ્યા. તેણે મોટાભાગનું જીવન ફ્રાન્સમાં વિતાવ્યું. એક કલાકાર તરીકે તેમના ૭૦ થી વધુ વર્ષો દરમિયાન, પિકાસોએ ૧૩,૦૦૦ થી વધુ ચિત્રો બનાવ્યાં. 

(3:00 pm IST)