Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

હિઝબુલ મુજાહિદ્દીનના બે સભ્યોને 12 વર્ષની જેલ સજા : ભારત વિરુદ્ધ ચળવળ ચલાવવા ફંડ ભેગું કરવાના અન્ય બે આરોપીઓને 10 વર્ષની સજા : દિલ્હી કોર્ટનો ચુકાદો

 ન્યુદિલ્હી : દિલ્હી કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના બે સભ્યોને 12 વર્ષની જેલ સજા ફરમાવી છે. તથા ભારત વિરુદ્ધ ચળવળ ચલાવવા ફંડ ભેગું કરવા બદલ અન્ય બે આરોપીઓને 10 વર્ષની સજા ફટકારી છે.

દિલ્હીની એક કોર્ટે સોમવારે મોહમ્મદ નામના હિઝબુલ મુજાહિદ્દીનના બે સભ્યોને સજા સંભળાવી છે. શફી શાહ અને મુઝફ્ફર અહમદ ડારને 12 વર્ષની કેદ જ્યારે અન્ય બે માણસો તાલિબ લાલી અને મુશ્તાક અહમદ લોનને ટેરર ફંડિંગ અને સરકાર સામે યુદ્ધ કરવા બદલ 10 વર્ષની જેલની સજા ફટકારી છે.

ચારેયને IPC તેમજ UAPAની વિવિધ જોગવાઈઓ હેઠળ દોષિત ઠેરવ્યા બાદ એડિશનલ સેશન્સ જજ પરવીન સિંઘે ઉપરોક્ત સજાનો આદેશ આપ્યો હતો.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:08 pm IST)