Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

બાબા રામદેવ કોરોનીલ કેસ : કોરોનિલ'ના પ્રમોશન દરમિયાન ખોટી માહિતી આપવા બદલ પતંજલિ વિરુદ્ધ સાત ડોક્ટરો દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનની સુનાવણી ચાલુ : બધું વ્યાપારી ધોરણે ચાલે છે : આજકાલ મફતમાં કોઈ કંઈ કરતું નથી : નફો મેળવવો એ ખોટું કામ નથી : દિલ્હી હાઇકોર્ટની ટકોર: આગામી સુનાવણી 27 ઓક્ટોબર, 2021 ના રોજ

ન્યુદિલ્હી : આજરોજ બાબા રામદેવ કોરોનીલ કેસની સુનાવણી દિલ્હી હાઇકોર્ટમાં ચાલુ થઇ હતી.જે કોરોનિલ'ના પ્રમોશન દરમિયાન ખોટી માહિતી આપવા બદલ પતંજલિ વિરુદ્ધ સાત ડોક્ટરો દ્વારા દાખલ કરવામાં આવી હતી.

કેસની સુનાવણી દરમિયાન નામદાર કોર્ટે ટકોર કરતા જણાવ્યું હતું કે બધું વ્યાપારી ધોરણે ચાલે છે . આજકાલ  મફતમાં કોઈ કંઈ કરતું નથી . નફો મેળવવો એ ખોટું કામ નથી .

કોર્ટે રામદેવના વકીલને કહ્યું કે આ મામલો હવે અટકશે નહીં અને આગળની તારીખે પ્રથમ કોલ પર લેવામાં આવશે, ત્યારબાદ, તેણે 27 ઓક્ટોબર, 2021 ના રોજ આ મામલાની સુનાવણી માટે સૂચિબદ્ધ કરી.
અરજદાર ડોક્ટર્સ એસોસિએશન વતી ઉપસ્થિત રહીને વરિષ્ઠ વકીલ અખિલ સિબ્બલે રજૂઆત કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જ જાણવા મળે છે.

(12:00 am IST)